‘સિંઘમ અગેઇન' ફલોપ થવાના આરે
૧૩ દિવસ બાદ પણ ખર્ચા નીકળી શકયા નથી

મુંબઇ, તા.૧૪: રોહિત શેટ્ટીની કોપ બ્રહ્માંડની દિવાળી રિલીઝ ‘સિંઘમ અગેન' ઘણી અપેક્ષાઓ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનો ધમધમાટ જોઈને લાગતું હતું કે તે જોરદાર કમાણી કરશે. ફિલ્મે શરૂઆતના વીકએન્ડ સુધી જોરદાર કલેક્શન કર્યું હતું, પરંતુ પછી ‘સિંઘમ અગેન' ઁનું નસીબ પહેલા સપ્તાહમાં જ ડૂબતું જોવા મળી રહ્યું છે. બીજા વીકએન્ડમાં ફિલ્મની હાલત કફોડી થઈ ગઈ છે અને તે માંડ માંડ થોડા કરોડની કમાણી કરી શકી છે, ‘સિંઘમ અગેન' એ રિલીઝના ૧૩માં દિવસે એટલે કે બીજા બુધવારે કેટલું કલેક્શન કર્યું?
તેમાં ઘણી જબરદસ્ત એક્શન સિક્વન્સ પણ છે. અજય દેવગન, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ, અક્ષય કુમાર અને અર્જુન કપૂર જેવા દિગ્ગજ સ્ટાર્સની ફોજ પણ છે અને સલમાન ખાન પણ ચુલબુલ પાંડેની ભૂમિકામાં કેમિયો છે. પરંતુ મનોરંજનના તમામ ઘટકો હોવા છતાં, ‘સિંઘમ અગેન' પ્રેક્ષકોને થિયેટરોમાં આકર્ષવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મ પહેલા અઠવાડિયાથી જ કમાણી માટે તલપાપડ દેખાઈ રહી છે અને હવે તે ફ્લોપ જશે તે નિશ્ચિત જણાય છે.
આ બધાની વચ્ચે જો ‘સિંઘમ અગેન'ની કમાણી વિશે વાત કરીએ તો ફિલ્મે રિલીઝના પહેલા અઠવાડિયામાં ૧૭૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ બીજા શુક્રવાર ે‘સિંઘમ અગેન' એ ૮ કરોડ રૂપિયા, બીજા શનિવારે ૧૨.૨૫ કરોડ રૂપિયા, બીજા રવિવારે રૂપિયા ૪.૨૫ કરોડ અને બીજા મંગળવારે રૂપિયા ૩.૫ કરોડની કમાણી કરી હતી. હવે ફિલ્મની રિલીઝના ૧૩મા દિવસે બીજા બુધવારની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.
‘સિંઘમ અગેન' બીજા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ફિલ્મ થોડાક કરોડ કમાવવા માટે સખત સંઘર્ષ કરી રહી છે. રિલીઝના ૧૩ દિવસ પછી પણ આ ફિલ્મ રૂ. ૨૫૦ કરોડના આંકડાને સ્પર્શી શકી નથી, તેથી અજય દેવગન માટે આ એક્શન થ્રિલર સાથે રૂ. ૩૫૦ કરોડનું બજેટ પાર કરવું અશકય છે. આવી સ્થિતિમાં ‘સિંઘમ અગેન' હવે ફ્લોપ થવાના આરે છે.
હવે, સૂર્યા અને બોબી દેઓલની બહુપ્રતિક્ષિત ફિલ્મ કંગુવા ૧૫મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું જોરદાર એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે, આથી ‘સિંઘમ અગેન' કાંગુવા પહેલા જ પેકઅપ થઈ જશે તેવું લાગી રહ્યું છે.
