તમારી આવનારી કારકિર્દીમાં કોઈ અવરોધ નથી. પરંતુ અંગુઠા પાસે જે ચોરસ બોક્સ બન્યું છે જે દર્શાવે છે કે તમારી ઉપર ઘણી જવાબદારીઓ છે. આ સાંભળતા જ બિગ બીના ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ : પાર્થ ઉપાધ્યાયે બિગ બીનો હાથ જોઈ ભવિષ્ય જણાવ્યું
પાર્થ ઉપાધ્યાયે કેબીસીમાં 25 લાખ જીત્યા પણ સાથે જ તેઓ 25 લાખ રુપિયા હાર્યા પણ હતા. એટલું જ નહિ તેઓ મહાભારતનો આ પ્રશ્નનો જવાબ પણ જાણતાં હતા

મુંબઈ તા.૧૫ :કૌન બનેગા કરોડપતિનો આ દરમિયાન કેબીસી 16 જુનિયર વીક ચાલી રહ્યું છે. જ્યાં નાના બાળકો આવીને તેમના જ્ઞાનના જોરે ન માત્ર વાલીઓનું નામ રોશન કરે છે. પરંતુ તેમણે જોયેલા ભવિષ્યના સપનાઓને પણ સાકાર કરે છે. ગયા એપિસોડમાં કેબીસીમાં આવેલા પાર્થ ઉપાધ્યાય પણ આમાંથી એક છે. જેમણે ન માત્ર શાનદાર રીતે ગેમ રમી પરંતુ તેમના ઈતિહાસ સાથે જોડાયેલા તેમના જ્ઞાનનો પણ પરિચય આપ્યો.
જવાબ જાણતાં હોવા છતાં 25 લાખ હાર્યા
પાર્થ ઉપાધ્યાયે કેબીસીમાં 25 લાખ જીત્યા પણ સાથે જ તેઓ 25 લાખ રુપિયા હાર્યા પણ હતા. એટલું જ નહિ તેઓ આ પ્રશ્નનો જવાબ પણ જાણતાં હતા. પરંતુ તેના પર કોન્ફિડન્સ ન હોવાથી તેમણે ગેમને ત્યાં જ અટકાવી દીધી. આ સમયે અમિતાભ બચ્ચનના ચહેરા પર પણ થોડું દુખ જોવા મળ્યું.
પ્રશ્ન: મહાભારત અનુસાર નીચેનામાંથી કોનો વધ ઉસી નામના એક ગંધર્વે કર્યો હતો ?
A. ચિત્રાંગદા
B. વિચિત્રવીર્ય
C. શાંતનુ
D. પાંડુ
આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ A. ચિત્રાંગદ છે. પાર્થ આ સવાલનો જવાબ જાણતો હતો પણ કોન્ફિડન્સ ન હોવાથી કારણે તેણે આ સવાલ છોડી દીધો હતો અને ગેમ ક્વિટ કરી હતી.
પાર્થે જોયું અમિતાભ બચ્ચનનું ભવિષ્ય
શોમાં પાર્થે અનેક માહિતીઓ અને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે તેમને હાથ જોઈને ભવિષ્ય જોતા પણ આવડે છે. આ સાંભળતા જ અમિતાભ બચ્ચન ખુરશી પરથી ઉભા થઈ ગયા અને પાર્થને તેમનો હાથ આપ્યો. પાર્થે કહ્યું કે તમારી આવનારી કારકિર્દીમાં કોઈ અવરોધ નથી. પરંતુ આ સાથે જ પાર્થે કહ્યું કે અંગુઠા પાસે જે ચોરસ બોક્સ બન્યું છે જે દર્શાવે છે કે તમારી ઉપર ઘણી જવાબદારીઓ છે. આ સાંભળતા જ બિગ બીના ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ.
