‘તારક મહેતા...'ના સેટ પર દિલિપ જોષી અને અસિત મોદી વચ્ચે સાચે થયો ઝઘડો ?
અભિનેતાએ અસિત મોદીની કોલર પણ પકડી લીધી હતી...તો હવે જેઠાલાલ પણ છોડશે શો?

મુંબઇ, તા.૧૯: દેશના સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) છેલ્લા અનેક વર્ષોથી લોકોના મનમાં રાજ કરી રહ્યો છે. જોકે અનેક સમયથી આ શો પોતાની નબળી સ્ટોરી અને કલાકારો સાથે સેટ પર થયેલા વિવાદને લઈને ચર્ચામાં છે. TMKOC સેટ પર ગેરવર્તન થતાં તેમણે શો છોડી દીધો હોવાનો આરોપ અનેક કલાકારોએ લગાવ્યો છે. આ સાથે શોની ધડકન જેવા જેઠાલાલ ગડાનું પાત્ર ભજવનાર અભિનેતા દિલિપ જોષી પણ શોને બાય બાય કહે એવા સમાચાર સામે આવ્યા છે.
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અવારનવાર કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. આ પહેલા પલક સિંધવાની, જેનિફર મિષાી અને મોનિકા ભદૌરિયાનો શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી સાથે વિવાદ સામે આવ્યો હતો. હવે સમાચાર આવ્યા છે કે જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોશીની અસિત મોદી વચ્ચે થયેલી તીવ્ર બોલાચાલી અને બન્ને વચ્ચે થયેલો આ ઝઘડો એટલો બધો વધી ગયો કે તે મારામારી સુધી પહોંચી ગયો હતો.
એક અહેવાલ મુજબ આ ઘટના ઑગસ્ટમાં બની હતી જ્યારે દિલીપ જોશી શોના નિર્માતા અસિત મોદી સાથે થોડા દિવસની રજા લેવા માટે વાત કરવા ગયા હતા. જોકે અસિત મોદીએ મામલો સ્થગિત કર્યો હતો. દિલીપ જોશીને નિર્માતાનું આવું વલણ પસંદ ન આવ્યું અને તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દેવાની ધમકી પણ આપી અસિત મોદીને આપી હતી.
રિપોર્ટ અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહ માટે શૂટિંગનો છેલ્લો દિવસ હતો. દિલીપ અસિત કુમાર મોદીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે પ્રોડ્યુસર અસિત મોદી સેટ પર આવ્યા ત્યારે તેઓ તેમને મળ્યા ન હતા. અસિત મોદી સીધા કુશને મળવા ગયા અને દિલીપ આ વાતથી ગુસ્સે થઈ ગયા. દિલીપ જોશી ગુસ્સે થઈ ગયા અને અસિત મોદી સાથે ઝઘડો કર્યો હતો.
દિલીપ જોષી અને અસિત મોદી વચ્ચેની આ દલીલ એટલી વધી ગઈ કે અભિનેતાએ અસિત મોદીની કૉલર પણ પકડી લીધી હતી. આ દરમિયાન તેમણે શો છોડી દેવાની ધમકી આપી હતી. જોકે બાદમાં અસિત મોદીએ તેમને સમજાવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દિલીપ જોશી અને અસિત કુમાર મોદી વચ્ચે ઘણી વખત ઝઘડા થઈ ચૂકયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
દિલીપ જોશી છેલ્લા ૧૬ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. જોકે, દિશા (Jethalal to also leave TMKOC) વાકાણી, રાજ અનડકટ, ભવ્ય ગાંધી, ગુરુચરણ સિંહ, કુશ શાહ, જેનિફર મિષાી, પલક સિંધવાણી અને સૈલેશ લોઢાં જેવા ઘણા કલાકારોએ શોને અલવિદા કહ્યું હતું.
