<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 20th November 2024

સોની સબ ફરીથી લઇને આવે છે રમૂજ અને જીવનના પાઠ ભણાવતો શો ‘તેનાલી રામા'

ઇન્‍ડિયન આઇડલ-૧૫માં પંદર વર્ષની સ્‍પધર્ક રાગીની રિજેક્‍ટ થયા બાદ ફરી દમદાર એન્‍ટ્રી કરીઃ શનિ-રવિ નિહાળો સોની ટીવી પર

મુંબઇ તા. ૨૦: દર્શકોમાં ખુબ જ લોકપ્રિય શો ‘તેનાલી રામા' દર્શકોની વિનંતીને પગલે ફરીથી લોન્‍ચ કરવા માટે સોની સબ ટીવી તૈયાર છે.  આ ડિસેમ્‍બરમાં જ આ શોનું પ્રિમીયર રજૂ થશે. રમૂજ, વિવેક અને જીવનના પાઠોથી ભરપૂર  આ સિરિયલમાં તેનાલી રામા વિજયનગર રાજ્‍યમાં પાછા ફરે છે અને એક નવા પડકારનો સામનો કરે છે. તેનાલી રામા ચાર નાના બાળકોને પણ માર્ગદર્શન આપે છે અને વિજયનગરના ભાવિ સંરક્ષક તરીકે તેમને તૈયાર કરે છે.

સોની સબએ તાજેતરમાં સિરિયલનો પ્રોમો રજૂ કર્યો, જેમાં વિજયનગરના રાજાના એક સમયના આદરણીય સલાહકારને સમાજમાંથી બહિષ્‍કળત કરવામાં આવ્‍યા હતા અને તેમને નાગરિકોના રોષનો સામનો કરવો પડે છે. પ્રોમો ઓનએર થયો ત્‍યારથી આ શોના  ચાહકો સાંજે ૮ કલાકે આ શો ઝડપથી શરૂ થાય તેની રાહમાં છે.

કળષ્‍ણ ભારદ્વાજ શોમાં તેનાલી રામાની ભૂમિકા ભજવે છે તેમણે કહ્યું કે તેનાલી રામા માટે દર્શકોનો પ્રે્રમ હમેશા જબરદસ્‍ત રહ્યો છે. હવે આ શોની વાપસીનું આતુરતા સોૈને છે. હું પ્રતિષ્ઠિત પ્રતિભાશાળી તેનાલી રામાના પાત્રમાં પાછા આવવા માટે રોમાંચિત છું, જે  જીવનમાં નવી વાર્તાઓ અને નવા પડકારો લાવવા માટે તૈયાર છે. હું પરિવારોને ફરી એક સાથે આવવા અને તેના સાહસોનો આનંદ માણવા માટે રાહ જોઈ શકતો નથી

ઇન્‍ડિયન આઇડલ-૧૫ની એક સ્‍પર્ધકની પરાક્રમી સફર

મુંબઇઃ ગયા સપ્તાહના અંતે સોની એન્‍ટરટેનમેન્‍ટ ટેલિવિઝનના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ઈન્‍ડિયન આઈડલ-૧૫ના નિર્ણાયક બાદશાહ અને ચાહકો આヘર્યચકિત થઈ ગયા હતા જ્‍યારે ઔરંગાબાદની ૧૫ વર્ષીય રાગિની શિંદેને થિયેટર રાઉન્‍ડમાં અસ્‍વીકારનો સામનો કરવો પડ્‍યો હતો. આ ઘણા લોકો માટે આઘાતજનક હતું કારણ કે રાગિનીની ઈન્‍ડિયન આઈડલની સફર પરાક્રમી અનુભવથી ઓછી ન હતી. ત્રણ  વર્ષની ઉંમરે તેણે જીવન બચાવનાર બોન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ દ્વારા તેના ભાઈને થેલેસેમિયામાંથી બચાવ્‍યો, પોતાને એક યોદ્ધા તરીકે સાબિત કરી. તેણીનું ઓડિશન પણ અદ્દભુત ક્ષણ હતું જ્‍યાં તેણીએ આશા ભોંસલેનું નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ ગાયું હતું. જેમાં તેણીનો શુદ્ધ અવાજ અને ગીતોની પસંદગી સાંભળી જજ  બાદશાહે કહ્યું હતું કે-જો આશીર્વાદનો કોઈ ચહેરો હોત, તો મને લાગે છે કે તે રાગિની હોત.

ઈવેન્‍ટના આヘર્યજનક વળાંકમાં, રાગિનીને ૧૬મી સ્‍પર્ધક તરીકે ફરીથી રજૂ કરવામાં આવી, તેની ખાતરી કરીને કે તેણીની જગ્‍યાએ કોઈ નહીં આવે, અને તેણીને ટાઈટલ જીતવાની સારી તક આપી. તેણે કમબેક પરફોર્મન્‍સ માટે, રાગિનીએ ઉષા મંગેશકરની તુમકો પિયા દિલ દિયા અને મૈં ચલીની અદભૂત રજૂઆત કરી. શોમાં પાછા ફરવા પર વિશેષ અતિથિ ઉષા મંગેશકરે રાગિનીની હિંમત અને તેની અદ્ભુત પ્રતિભાની પ્રશંસા કરી અને રાગિનીના અવાજની તુલના આશા ભોંસલે સાથે કરી હતી. શનિવાર અને રવિવારે રાત્રે ૯ વાગ્‍યે ઈન્‍ડિયન આઈડલ સીઝન ૧૫ સોની એન્‍ટરટેનમેન્‍ટ ટેલિવિઝન પર નિહાળી શકાય છે.

(2:26 PM IST)