<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 20th November 2024

રૂ.૩૫૦ કરોડમાં બનેલી ‘કંગુવા' છઠ્ઠા દિવસે ત્રણ કરોડની કમાણી પણ ન કરી શકી

ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ફ્‌લોપ ગઈ છે અને કમાણીના મામલે પછડાઈ ગઈ છે

મુંબઇ, તા.૨૦: શિવા દ્વારા દિગ્‍દર્શિત અને સુપરસ્‍ટાર સૂર્યા સ્‍ટારર એક્‍શન ડ્રામા ફિલ્‍મ ‘કંગુવા' વર્ષની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મોમાંથી એક હતી. જો કે, થિયેટરોમાં રિલીઝ થયા બાદ ફિલ્‍મ પહેલા જ દિવસે ફ્‌લોપ થઈ ગઈ છે. આ ફિલ્‍મને દર્શકો અને ક્રિટિક્‍સ તરફથી મોટાભાગે નેગેટિવ રિવ્‍યૂ મળ્‍યા છે. આ સાથે જ આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ફ્‌લોપ ગઈ છે અને કમાણીના મામલે પછડાઈ ગઈ છે.  હવે સુપરસ્‍ટાર સામે સવાલ ઉઠી રહ્યા છે.

કંગુવા સિનેમાઘરોમાં મોટી અપેક્ષાઓ સાથે રિલીઝ થઈ હતી. જો કે, ફિલ્‍મના દર્શકોને ભારે નિરાશા મળી છે. સૂર્યાની આ ફિલ્‍મની નબળી પ્‍લોટ, ખરાબ સ્‍ક્રિપ્‍ટ અને અત્‍યંત લાઉડ બેકગ્રાઉન્‍ડ મ્‍યુઝિકના કારણે ફિલ્‍મની ખૂબ ટીકા થઈ રહી છે. આ ફિલ્‍મ પ્રથમ અઠવાડિયામાં જ બોક્‍સ ઓફિસ પર નિષ્‍ફળ સાબિત થઈ ગઈ અને હવે આ મોટા બજેટની ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ચંદ કરોડની કમાણી કરવા માટે સંઘર્ષ કરી રહી છે.

ફિલ્‍મની કમાણીની વાત કરીએ તો કંગુવાએ રિલીઝના -થમ દિવસે ૨૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્‍મે ૯.૫ કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે કંગુવાએ ૯.૮ કરોડની કમાણી કરી હતી. બીજી તરફ ચોથા દિવસે ફિલ્‍મે ૧૦.૨૫ કરોડ રૂપિયાનું કલેક્‍શન કર્યું હતું અને પાંચમા દિવસે, આ પીરિયડ એક્‍શન ડ્રામાએ ૩.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે ફિલ્‍મની રિલીઝના છઠ્ઠા દિવસ એટલે કે પ્રથમ મંગળવારની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.

સેકનિલ્‍કના અર્લી ટ્રેન્‍ડ રિપોર્ટ પ્રમાણે કંગુવાએ તેની રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે પ્રથમ મંગળવારે ૨.૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સાથે જ કંગુવાની ૬ દિવસની કુલ કમાણી હવે ૫૯.૬૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

કંગુવાની કમાણીમાં દરરોજ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આ ફિલ્‍મ ૫ કરોડ રૂપિયાની કમાણી પણ નથી કરી રહી. આવી સ્‍થિતિમાં ૩૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્‍મ માટે અડધુ બજેટ તો શું પણ ૧૦૦ કરોડના આંકડાને સ્‍પર્શ કરવો પણ મુશ્‍કેલ લાગી રહ્યું છે. ફિલ્‍મના શરમજનક પર્ફોર્મન્‍સને જોતા લાગે છે કે તે ટૂંક સમયમાં બોક્‍સ ઓફિસ પરથી પૅકઅપ થઈ જશે. જો કે હવે એ જોવાનું રહેશે કે, બીજા વીકેન્‍ડમાં આ ફિલ્‍મ કેટલી કમાણી કરશે

(3:25 PM IST)