સિમી ગ્રેવાલે દિલ્હીના પ્રદૂષણ પર રમુજી પોસ્ટ કરી શેયર

મુંબઈ: રાજધાની નવી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવરગ્રીન એક્ટ્રેસ સિમી ગ્રેવાલે સોશિયલ મીડિયા પર પ્રદૂષણને લઈને એક ફની જોક શેર કર્યો છે.સિમી ગ્રેવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે પોતાના વિચારો શેર કરતી રહે છે. પ્રખ્યાત અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના X હેન્ડલ પર એક ફની જોક શેર કર્યો છે. શેર પોસ્ટમાં ત્રણ પોપટ બેઠેલા જોવા મળે છે, એક પોપટ કાળો અને બે લીલા રંગનો છે. કાળો પોપટ કહે છે, "મારા પર વિશ્વાસ કરો, હું કાગડો નથી, હું હમણાં જ દિલ્હીથી આવ્યો છું."અભિનેત્રીની પોસ્ટને એક કલાકની અંદર 4500 લોકોએ જોઈ હતી. લગભગ 1500 લોકોએ લાઇક કર્યું અને 203 લોકોએ ફરીથી પોસ્ટ કર્યું. અભિનેત્રીની પોસ્ટને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.વાસ્તવમાં પ્રદૂષણ સામે આ એક મોટો વ્યંગ છે. તમને જણાવી દઈએ કે નવી દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે સ્થિતિ સતત વણસી રહી છે. મંગળવારે સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 498 પર પહોંચી ગયો છે. પ્રદૂષણના આ ખતરનાક સ્તરને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
