ઉસ્તાદ એ.આર. રહેમાનના છૂટાછેડાના સમાચારના એક દિવસ પછી બાસિસ્ટ મોહિની ડેએ પતિથી અલગ થવાની કરી જાહેરાત

મુંબઈ: ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન અને તેમની પત્ની સાયરા બાનુએ મંગળવારે છૂટાછેડાની જાહેરાત કરી હતી. હજુ 24 કલાક પણ વીત્યા ન હતા કે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. રહેમાનની મ્યુઝિક ટીમનો હિસ્સો રહી ચૂકેલી મોહિની ડેએ પણ છૂટાછેડાની જાહેરાત કરી છે. આનાથી બધાને વધુ આશ્ચર્ય થયું છે. છૂટાછેડાની જાહેરાતની સાથે તેણે જે પણ નિવેદન આપ્યું છે તેનાથી લોકોના મનમાં વધુ સવાલો ઉભા થયા છે. મોહિનીએ તેના પતિ માર્ક હાર્ટટચથી છૂટાછેડાની જાહેરાત કરી છે, આ દંપતીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. "ખૂબ જ ભારે હૃદય સાથે, માર્ક અને હું ઘોષણા કરી રહ્યા છીએ કે અમે અલગ થઈ ગયા છીએ. કોઈ અટકળો થાય તે પહેલાં, અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમને ખ્યાલ છે કે "અમને જીવનમાં અલગ વસ્તુઓની જરૂર છે, પરંતુ અમે અમારી મિત્રતા જાળવી રાખીશું આ સમયે અમારા માટે આગળ વધવા માટે આનાથી વધુ સારો કોઈ રસ્તો નથી," તેમનું સંયુક્ત નિવેદન વાંચ્યું.
