<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 23rd November 2024

નાગા ચૈતન્‍યનો આજે જન્‍મદિવસઃ ‘ટંડેલ'નું પોસ્‍ટર થયું રિલીઝ

મુંબઇ તા. ૨૩: અભિનેતા નાગા ચૈતન્‍યનો આજે જન્‍મદિવસ છે. તેની આગામી ફિલ્‍મ ‘઼ટંડેલ'ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્‍મનું પહેલુ ગીત બુજ્‍જી થલ્લી રિલીઝ થઇ ગયું છે. નાગા ચૈતન્‍યનને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવતા ટંડેલના નિર્માતાઓએ એક શક્‍તિશાળી પોસ્‍ટર બહાર પાડ્‍યું છે. હાથમાં ભારે લંગર પકડીને નાગા ચૈતન્‍ય મુશળધાર વરસાદ વચ્‍ચે વહાણ પર ઊભેલા જોવા મળે છે, તેની તીવ્ર અભિવ્‍યક્‍તિ અને શક્‍તિશાળી વલણ ભય અને નિヘયની ભાવના દર્શાવે છે. આ ખાસ એક્‍શન સિક્‍વન્‍સ ફિલ્‍મનું સૌથી મોટું આકર્ષણ બનવા હશકે. નાગા ચૈતન્‍ય જાડી દાઢી અને લાંબા વાળ સાથે કાચા અને ખરબચડા દેખાવમાં જોવા મળે છે, તે ફિલ્‍મમાં ટંડેલ રાજુની ભૂમિકામાં છે. વાસ્‍તવિક ઘટનાથી પ્રેરિત આ ફિલ્‍મ સાતમી ફેબ્રુઆરીએ આવશે.

(2:32 PM IST)