<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 24th November 2024

વિક્કી કૌશલની છાવા આગામી ફેબ્રુઆરીમાં રીલિઝ કરવાની સંભાવના

આ ફિલ્‍મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત છે.

મુંબઇઃ વિક્કી કૌશલની છાવા ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત છે. તેથી આ ફિલ્મને શિવાજી મહારાજની જયંતિના સમયગાળામાં આગામી ફેબ્રુઆરીમાં રીલિઝ કરવાની ચર્ચા ચાલી રહી છે.
મૂળ આ ફિલ્મ તા. છઠ્ઠી ડિસેમ્બરે રીલિઝ થવાની હતી. પરંતુ, તા. પાંચમીએ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા ટૂ’ રીલિઝ થઈ રહી છે. વિક્કી કૌશલ તેની સામે ટક્કર આપી શકે તેવી કમર્શિઅલ સેલેબિલિટી ધરાવતો નથી. આથી આ ફિલ્મની રીલિઝ ટાળવી અનિવાર્ય બની છે. વધુમાં બંને ફિલ્મોમાં  રશ્મિકા જ મુખ્ય હિરોઈન છે. આથી તેની બે ફિલ્મો એક જ દિવસે રીલિઝ થાય તેમાં કોઈ શાણપણ નથી.
જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી બોલીવૂડનું રીલિઝ શિડયૂલ ભરચક છે. આથી ‘છાવા’ માટે કોઈ અનુકૂળ તારીખ શોધવાનું પડકારજનક બનશે.

(12:13 PM IST)