મેગા સ્ટાર અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું
કહ્યું કે અફવાઓ અને જૂઠાણું છે જેનું વેરિફિકેશન એ લોકોને જોઈએ છે કે જેમને પોતાનો વ્યવસાય ચલાવવા માટે પુરાવાની જરૂર હોય છે

મુંબઇઃ મેગા સ્ટાર અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. જો કે, બિગ બીએ કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમણે એક પોસ્ટ શેર કરી છે. જેમાં અમિતાભે જણાવ્યું કે, તેઓ પોતાના પરિવાર વિશે બહુ ઓછું બોલે છે, કારણે કે તેમને પ્રાઈવેસી જાળવવી ગમે છે. કેટલીક અટકળોને નકારી કાઢતી તેમની બ્લોગ પોસ્ટ એવા સમયે આવી છે, જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે.
અમિતાભ લખ્યું હતું કે, જીવનમાં અલગ દેખાવા અને તેની ઉપસ્થિતિ પર વિશ્વાસ રાખવા માટે ઘણી હિંમત, વિશ્વાસ અને ઈમાનદારીની જરૂર પડે છે. હું મારા પરિવાર વિશે ભાગ્યે જ કંઈપણ કહું છું, કારણ કે તે મારું છે અને હું તેની ગોપનીયતા જાળવી રાખું છું. ચાલી રહેલી અટકળો, અફવાઓ અને જૂઠાણું છે. જેનું વેરિફિકેશન એ લોકોને જોઈએ છે કે જેમને પોતાનો વ્યવસાય ચલાવવા માટે પુરાવાની જરૂર હોય છે
તેમણે આગળ જણાવ્યું કે, હું આવા લોકોના પસંદના ધંધામાં હોવાની ઈચ્છાઓમાં કોઈ ચેતવણી નહીં આપું અને હું સમાજમાં સેવા કરવાની તેમની કોશિશની પ્રશંસા કરું છું. જ્યારે ખોટી અથવા પ્રશ્નચિહ્ન વાળી આપવામાં આવતી જાણકારી એમના માટે કાયદાકીય રીતે સુરક્ષિત હોય શકે છે. પરંતુ આ રીતે શંકાસ્પદ માહિતીના બીજ વાવવામાં આવે છે, જેમાં આ પ્રશ્નચિહ્નનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.
બિગ બીએ લખ્યું કે, તમને જે મરજી પડે એ લખો અને એક્સપ્રેસ કરો. પરંતુ જ્યારે પ્રશ્નાર્થ ચિન્હનો ઉપયોગ કરો છો, ત્યારે તમે લખેલા આર્ટિકલમાં પર વાચકોને પોતાના વિચારો બનાવામાં અને વધુ વિસ્તૃત કરવામાં મદદ કરે છે. જેમાં હકીકતમાં તમે પણ ગુપ્ત રીતે ઇચ્છો છો કે વાચક તેના પર વિશ્વાસ કરે. આ સાથે આ આર્ટિકલને વધુ વાંચે અને આગળ વધુ લોકો સુધી મોકલે, જેથી આપના આર્ટિકલની કિંમત વધુ મળે. જેમાં લોકો હકારાત્મક કે નકારાત્મક પ્રતિક્રિયા આપે છે, પરંતુ જે પણ હોય આર્ટિકલમાં ક્રેડેબિલિટી આપો.
અમિતાભ બચ્ચને સવાલો ઉઠાવતા કહ્યું કે, ખાલી દુનિયાને જૂઠ કે શંકાસ્પદ જૂઠથી ભરો અને તમારું કામ પૂરું કરો… તે કન્ટેન્ટ કે પરિસ્થિતિને કેવી રીતે અસર કરી શકે છે. શું તમારી સમજણ જો ક્યારેય તમારી પાસે હતી, તો તે નાશ પામી છે..?
