<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 24th November 2024

દયા....કૂછ તો ગરબડ હે...:21 ડિસેમ્બરથી CIDની નવી સીઝન શરૂ થશે દર શનિવાર અને રવિવારે રાત્રે 10 વાગ્યે સોની ટીવી પર ટેલિકાસ્ટ

ACP પ્રદ્યુમન , ઓફિસર દયા, અને અભિજીતનો અભિનય જોવા મળશે : આ વખતે શોમાં એક ટ્વિસ્ટ છે અને પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અભિજીત અને દયા એકબીજાના દુશ્મન બની ગયા છે, આવું કેમ થયું ?

નવી દિલ્હી તા.૨૪

 CID નાના પડદા પરના તે ફેમસ શોમાંનો એક છે, જેને દર્શકો જોવાનું પસંદ કરે છે. ACP પ્રદ્યુમનની ટીમે લગભગ 2 દાયકાથી ટીવી પર દર્શકોનું મનોરંજન કર્યું છે. હવે 6 વર્ષની લાંબી રાહ પછી, CID સિઝન 2 દ્વારા ફરી એકવાર ટીવી જગતમાં વાપસી કરવા માટે તૈયાર છે. હાલમાં જ આ શોના લેટેસ્ટ પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે, જેના કારણે ફેન્સની એક્સાઈટમેન્ટ લેવલ વધી ગઈ છે. આ દરમિયાન, CID 2 ની રિલીઝ તારીખનું એલાન પણ કરવામાં આવ્યું છે. 

CID 2 ક્યારે અને ક્યાં જોવા મળશે?

CID ટીવી શો 1998માં શરૂ થયો હતો. તે 90ના દાયકાની લોકપ્રિય સિરિયલોમાંની એક પણ માનવામાં આવે છે. હવે આ ટીવી સિરિયલ બીજી સિઝન સાથે કમબેક કરવા જઈ રહી છે. જેની ઓફિશિયલી જાહેરાત તાજેતરમાં સોની ટીવી દ્વારા કરવામાં આવી છે. 21 ડિસેમ્બરથી CIDની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. જે દર શનિવાર અને રવિવારે રાત્રે 10 વાગ્યે સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. આ જાહેરાત પછી ચાહકોની ઉત્તેજના ઘણી વધી ગઈ છે અને તેઓ શોમાં પાછા ફરવા માટે બેતાબ દેખાઈ રહ્યા છે. 

આ પાત્રો જોવા મળશે

CID ની પહેલી સીઝન વર્ષ 2018 માં પૂરી થઈ હતી અને ત્યારથી દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા કે મેકર્સ તેની સીઝન 2 ની જાહેરાત કરે. હવે ટૂંક સમયમાં ચાહકોની રાહનો અંત આવવાનો છે. CID શોની જેમ તેની ટીમ પણ હંમેશા ખાસ રહી છે. જેમાં ACP પ્રદ્યુમન (શિવાજી સાટમ), ઓફિસર દયા, (દયાનંદ શેટ્ટી) અને અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ)ના નામ સામેલ છે. 

આ વખતે શોમાં એક ટ્વિસ્ટ છે અને પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અભિજીત અને દયા એકબીજાના દુશ્મન બની ગયા છે, આવું કેમ થયું તે 21 ડિસેમ્બર પછી જ ખબર પડશે.

(1:35 PM IST)