રશ્મિકા મંદાના ૮ ફિલ્મો સાથે બોક્સ ઓફિસની ક્વીન બની જશે
૧૦૦૦ કરોડની ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણ માટે ખતરો !

મુંબઇ, તા.૨૭: તમામ સ્ટાર્સ બોક્સ ઓફિસ પર કબજો કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહયા છે. આ મામલામાં માત્ર શાહરૂખ ખાન, પ્રભાસ, સલમાન ખાન જેવા મોટા કલાકારો સામેલ નથી, પરંતુ દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને રશ્મિકા મંદાના જેવી અભિનેત્રીઓ પણ બોક્સ ઓફિસની રાણી બનવાના સપના જોઈ રહી છે. દીપિકા પાદુકોણ હાલમાં બોક્સ ઓફિસ ક્વીનના સિંહાસન પર બિરાજમાન છે. તેનું કારણ એ છે કે તેના ખાતામાં એક-બે નહીં પરંતુ ૩-૩ ફિલ્મો એવી છે જેણે ૧૦૦૦ કરોડની કમાણી કરી છે. પરંતુ હવે ‘શ્રીવલ્લી' એટલે કે રશ્મિકા મંદાનાની નજર આ સિંહાસન પર છે. રશ્મિકા તેની આગામી ૮ ફિલ્મો દ્વારા બધાને હરાવવા જઈ રહી છે.
પુષ્પા ૨ - રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા ૨ વિશે ઘણી ચર્ચા છે. આ ફિલ્મ માટે લોકોમાં અદભૂત ક્રેઝ છે. એટલું જ નહીં, નિર્દેશક સુકુમારના નિર્દેશનમાં બનેલી પુષ્પા ૨એ પણ રિલીઝ પહેલા જ કરોડોનો બિઝનેસ કરી લીધો છે. રશ્મિકાની આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મ ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે.
છાવા - રશ્મિકા મંદાનાએ પણ ‘એનિમલ' પછી બોલિવૂડમાં પોતાનો પગ જમાવ્યો છે. પુષ્પા ૨ની સાથે તેની આગામી ફિલ્મ ‘છાવા' પણ ટૂંક સમયમાં આવી રહી છે. અગાઉ આ બંને ફિલ્મો વચ્ચે ટક્કર નિશ્ચિત માનવામાં આવતી હતી. પરંતુ ‘છાવા'ના નિર્માતાઓએ તેમની ફિલ્મની રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય કર્યો છે. રશ્મિકા પહેલીવાર વિકી કૌશલ સાથે કામ કરતી જોવા મળશે.
સિકંદર - રશ્મિકા મંદાનાની પણ એક મોટી ફિલ્મ ‘સિકંદર' હાથમાં છે. રશ્મિકા સલમાન ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. સલમાન ખાન માટે પણ ‘સિકંદર' ખૂબ જ ખાસ ફિલ્મ છે, જેના માટે તેણે પોતાના તમામ પ્રયાસો કર્યા છે. આવી સ્થિતિમાં સિકંદર પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચોક્કસપણે ૭૦૦-૮૦૦ કરોડની કમાણી કરશે.
કુબેર - રશ્મિકા મંદાના પણ સાઉથના સુપરસ્ટાર ધનુષ અને નાગાર્જુન સાથે ફિલ્મ ‘કુબેર'માં જોવા મળશે. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનવા જઈ રહી છે. મેકર્સ પહેલા જ ફિલ્મનું ટીઝર શેર કરી ચૂકયા છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
એનિમલ પાર્ક - ‘એનિમલ'ની શાનદાર સફળતા બાદ હવે દરેક તેના બીજા ભાગ ‘એનિમલ પાર્ક'ની રાહ જોઈ રહયા છે. રશ્મિકા મંદન્ના ફરી એકવાર રણબીર કપૂર સાથે જોવા મળશે. ‘એનિમલ' રશ્મિકાના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ છે. ‘એનિમલ પાર્ક'૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે.
થામા - રશ્મિકા મંદાનાની હોરર કોમેડી થ્રિલર ‘થામા'ની જાહેરાત દિવાળીના અવસર પર કરવામાં આવી હતી. દિનેશ વિજન આ ફિલ્મ બનાવી રહયા છે. ફિલ્મમાં રશ્મિકા સાથે આયુષ્માન ખુરાના પણ હશે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થશે.
ગર્લફ્રેન્ડ - રશ્મિકા મંદાના ફિલ્મોમાં તેના પાત્ર સાથે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. રશ્મિકા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદની થ્રિલર લવ સ્ટોરી ‘ધ ગર્લફ્રેન્ડ'માં જોવા મળશે. દીક્ષિત શેટ્ટી આ ફિલ્મના મુખ્ય કલાકાર હશે.
રેઈન્બો - શાંતરુબનની ફિલ્મ ‘રેઈન્બો'નું નામ પણ રશ્મિકા મંદાના ની આગામી ફિલ્મોની યાદીમાં સામેલ છે. આ ફિલ્મમાં રશ્મિકા સાથે દેવ મોહન પણ જોવા મળશે. અગાઉ આ ફિલ્મ માટે સામંથા રૂખ પ્રભુનું નામ સામે આવ્યું હતું.
