News of Friday, 29th November 2024
‘ગેમ ચેન્જર'નું ગીત ‘જરા હૈરાન સા'રિલીઝ

મુંબઇ તા. ૨૯: ગ્લોબલ સ્ટાર રામ ચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર' આગામી વર્ષની બહુ પ્રતિક્ષિત ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મ શંકર દ્વારા નિર્દેશીત છે. જેમાં રામચરણ તેજા અને કિયારા અડવાણીની જોડી છે. ફિલ્મનું વધુ એક ગીત જાના હૈરાન સા...આજે રિલીઝ થઇ ગયું છે. જેમાં રામચરણ અને કિયારાની ખુબ સારી કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી સહિતની ભાષામાં રિલીઝ થશે હિન્દી ગીતો કૌસર મુનીરે લખ્યા છે. ગીત શ્રેયા ઘોષાલ અને કાર્તિક દ્વારા ગાયું છે, જે સરસ્વતી પુત્ર દ્વારા લખવામાં આવ્યું છે. રામચરણ શક્તિશાળી આઇએએસ અધિકારીના રોલમાં છે જે ભ્રષ્ટાચારી રાજકારણીઓ સામે લડે છે. ફિલ્માં જબરદસ્ત એક્શન પણ છે. ૧૦મી જાન્યુઆરીએ આ ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થશે
(3:39 PM IST)
