‘મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ'ના નવા કેમ્પેઇનનો ચહેરો બન્યાં માનસી પારેખ

રાજકોટ, તા.૩૦: નેશનલ એવોર્ડ વિજેતા માનસી પારેખને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે પોતાની નવી ઝુંબેશ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.
તાજેતરમાં ગુજરાતી ફીચર ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં શ્રેષ્ઠ અભિનય માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલી અભિનેત્રી માનસી પારેખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગુજરાતી ગ્રાહકોને જોડતાં બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરશે. આ ઝુંબેશમાં સ્ટેટ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર વિરલ શાહ પણ જોડાયા છે, તેમણે કચ્છ એક્સપ્રેસ અને ગોળકેરી જેવી અદભૂત ફિલ્મો રજૂ કરી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પાયો રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યો છે.
આ ઝુંબેશમાં પારેખ મલાબાર ગોલ્ડની પારંપારિક જ્વેલરીથી માંડી કન્ટેમ્પરરી રોઝ ગોલ્ડ ડાયમંડ સ્ટાઈલની જ્વેલરીની વ્યાપક રેન્જ લોકો સમક્ષ પ્રદર્શિત કરશે. તેના વિઝ્યુઅલ્સ રોજિંદા જીવનના પ્રસંગોના આધારે તૈયાર કરાયા છે- જેમાં સીમંત, બ્રાઈડલ શાવર, સોનાની ખરીદી અંગે પાડોશી સાથે વાતચીત, ઉજવણીની પળો સામેલ છે. જે વિશ્વસનીય સ્રેત પાસેથી જ્વેલરી ખરીદવાના ભાવનાત્મક અને વ્યવહારૂ પાસાઓને રેખાંકિત કરે છે.
