News of Saturday, 30th November 2024
સ્ક્વિડ ગેમ સીઝન 2 ટ્રેલર આઉટ : ડિસેમ્બરમાં સ્ટ્રીમ થશે 2025 માં સમાપ્ત

મુંબઇ: Netflixની સુપરહિટ સિરીઝ ‘Squid Game’નો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળ્યો હતો. હવે આ સિરીઝની બીજી સિઝન પણ જલ્દી રિલીઝ માટે તૈયાર છે. સીરીઝની બીજી સીઝનનું ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે. નેટફ્લિક્સની સુપરહિટ સિરીઝની બીજી સિઝનમાં ઉત્તેજના વધવા જઈ રહી છે. પ્લેયર ‘નંબર 456’ આ સિઝનમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે. સીરિઝના ટ્રેલરમાં જ ઉત્તેજના વધી રહી છે. જોકે, અત્યારે મેકર્સે ટ્રેલરમાં તેની સ્ટોરી છુપાવવાનો પ્રયાસ કર્યો છે.
(6:05 PM IST)
