અલ્લુ અર્જુનની ફિલ્મે તોડયા ‘જવાન' અને ‘એનિમલ'ના રેકોર્ડ
‘પુષ્પા ૨' એ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડયા : પ્રથમ દિવસે જ ધૂમ મચાવી હવે ‘વાઇલ્ડ ફાયર' પુષ્પા ૨ પ્રથમ દિવસે હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે

મુંબઇ, તા.૬: દક્ષિણના દિગ્દર્શક સુકુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક, ૫મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મને લોકોમાં ઘણો ક્રેઝ મળ્યો હતો. ઘણી જગ્યાએ શો હાઉસફુલ રહ્યા હતા તો કેટલીક જગ્યાએ મોડી રાતના શો પણ ચલાવવામાં આવ્યા હતા. હવે આ ફિલ્મે તેના શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી દીધી છે. પહેલા જ દિવસે ‘પુષ્પા' એ હિન્દી બેલ્ટમાં ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
કમાણીની વાત કરીએ તો આ અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મે શાહરૂખ ખાનની જવાન, રણબીર કપૂરની ‘એનિમલ', યશની 'KGF ÇõMËß 2' અને પ્રભાસની કલ્કી, બાહુબલી ૨ જેવી ઘણી ફિલ્મોને પછાડી દીધી છે. હવે ‘વાઇલ્ડ ફાયર' પુષ્પા ૨ શરૂઆતના દિવસે હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા ૨: ધ રૂલ એ જંગી કમાણી કરીને ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ લિસ્ટમાં પહેલું નામ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાનનું છે. જવાનએ શરૂઆતના દિવસે હિન્દી ભાષામાં ૬૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
તે જ સમયે, રણબીર કપૂરની ફિલ્મ એનિમલ એ હિન્દી ભાષામાં ૫૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે અલ્લુ અર્જુનની ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સકનિલ્કના અહેવાલ મુજબ, પુષ્પા ૨ એ તેના શરૂઆતના દિવસે હિન્દી ભાષામાં ૬૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં આ ફિલ્મે ૨ કરોડની વધુ કમાણી કરીને જવાનને પાછળ છોડી દીધી છે.એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પા ૨ એ નોન-હોલિડે પર રિલીઝ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પિંકવિલાના અહેવાલ મુજબ, અલ્લુ અર્જુનની ફિલ્મ શાહરૂખ ખાનની પઠાણ (રૂ. ૫૫.૭૫ કરોડ નેટ)ને પછાડીને સૌથી મોટી નોન-હોલિડે હિન્દી ઓપનર બની હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે ૧૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. પુષ્પા ૨ એ તમામ ભાષાઓમાં ૧૬૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં આ ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે.
સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ Mythri Movie Makers દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં અલ્લુ અને રશ્મિકા ઉપરાંત ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘પુષ્પા ૨' વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝ'ની સિક્વલ છે. અભિનેતાને તેના પહેલા ભાગ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે
