' પુષ્પા-2'એ જવાન અને બાહુબલીને પછાડી: રિલિઝના ત્રણ દિવસમાં જ હિંદી બેલ્ટમાં બનાવી દીધો મોટો રેકોર્ડ
'પુષ્પા 2'એ ત્રણ દિવસમાં જ જવાન અને બાહુબલી સહિત 9 જેટલી ફિલ્મોને માત આપી : જાણો ફિલ્મના રેકોર્ડબ્રેક કલેક્શન વિશે.

મુંબઈ :બોક્સ ઓફિસ પર હાલમાં જ 'પુષ્પા રાજ' ચાલી રહ્યું છે. 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી અલ્લૂ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'એ કમાણીના મોટા રેકોર્ડ બનાવી દીધા છે. ફિલ્મે ત્રણ દિવસમાં જ જવાન અને બાહુબલી સહિત 9 જેટલી ફિલ્મોને માત આપી દીધી છે. જાણો ફિલ્મના રેકોર્ડબ્રેક કલેક્શન વિશે.
સુકુમાર નિર્દેશિત ફિલ્મ પુષ્પા 2: ધ રૂલએ ઓપિંનગ ડે પર હિંદી વર્ઝનમાં સૌથી વધુ 72 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે મોટી-મોટી ફિલ્મોને માત આપી દીધી હતી. ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં જ હિંદી બેલ્ટમાં હાઈએસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન મામલે આ 9 ફિલ્મોને માત આપી દીધી છે.
ફિલ્મે પુષ્પાએ વીકેન્ડનો શાનદાર ફાયદો ઉઠાવતા રિલીઝના ત્રણ દિવસમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મે નેટ 383 કરોડનું બમ્પર બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. ત્રીજા દિવસે ફિલ્મે હિંદી વર્ઝનમાં સૌથી વધુ 74 કરોડની કમાણી કરી છે.
