<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 10th December 2024

૨૦૨૫માં સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ફિલ્‍મો

સલમાન ખાનની ‘સિકંદર', શાહિદ કપૂરની ‘દેવા' જેવી ફિલ્‍મો ૨૦૨૫ની શરૂઆતમાં રિલીઝ થશે

મુંબઇ, તા.૧૦: ૨૦૨૫નું વર્ષ ભારતીય સિનેમા માટે એક લેન્‍ડમાર્ક બની રહ્‍યું છે, જેમાં બોલિવૂડના કેટલાક સૌથી મોટા સ્‍ટાર્સની ફિલ્‍મો રિલીઝ થઈ રહી છે. એઆર મુરુગાદોસ દ્વારા દિગ્‍દર્શિત અને એક્‍શનથી ભરપૂર ડ્રામા, ઈદ પર રિલીઝ થનારી સલમાન ખાનની ‘સિકંદર' ચર્ચામાં છે. જેમાં સલમાનની સાથે રશ્‍મિકા મંદાના જોવા મળશે. ૩૧ જાન્‍યુઆરીના રોજ રિલીઝ થનારી શાહિદ કપૂરની ‘દેવા'ને મલયાલમ નિર્માતા રોશન એન્‍ડ્રુઝ ડાયરેક્‍ટ કરવાના છે. છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ઐતિહાસિક ગાથા ‘છાવા'માં વિકી કૌશલ અને રશ્‍મિકા મંદાના છે, જે ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

આ મહત્‍વની ફિલ્‍મોની રિલીઝ ઉપરાંત, અક્ષય કુમારની સી. શંકરન નાયર પરની બાયોપિક ‘ધ અનટોલ્‍ડ સ્‍ટોરી ઑફ સી. શંકરન નાયર', ૧૪ માર્ચે, ઈન્‍સપાયરિંગ એવિએશન ડ્રામા ‘સ્‍કાય ફોર્સ'૨જી મેએઅને કોમેડી સિક્‍વલ ‘હાઉસફુલ ૫' - ૬ જૂને રિલીઝ થશે. ૨૦૨૫નો પહેલો ભાગ આવી વિવિધતાસભરઅને રોમાંચક ફિલ્‍મો સાથેએક યાદગાર સિનેમેટિક અનુભવ આપવા માટે તૈયાર છે.  ‘પુષ્‍પા ૨'ની અપાર સફળતા સાથે ૨૦૨૪ને વિદાય આપ્‍યા બાદ આગામી વર્ષે સલમાન ખાન અને અક્ષય કુમારની ફિલ્‍મો પણ આવી રહી છે. ‘પુષ્‍પા ૨'ની બરોબરી કરવામાં કોણ સફળ રહેશે તે કહેવું અઘરું છે.

દેવા - ૩૧ જાન્‍યુઆરી : શાહિદ કપૂર, પૂજા હેગડે અને પાવેલ ગુલાટીની ‘દેવા'ની ચર્ચા લાંબા સમયથી છે.  જાણીતા મલયાલમ ફિલ્‍મમેકર રોશન એન્‍ડ્રુઝ દ્વારા દિગ્‍દર્શિત ‘દેવા' એ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્‍મોમાંની એક છે. એક વર્ષના લાંબા બ્રેક બાદ શાહિદ કપૂર ફરી મોટા પડદા પર પાછો જોવા મળશે. આ ફિલ્‍મમાં હાઈ ડ્રામા અને એક્‍શનથી ભરપૂર રોમાંચક વાર્તા હશે. પૂજા હેગડે અને પાવેલ ગુલાટીના મજબૂત પાત્રો સાથેની ‘દેવા'ને સાઉથ અને બોલિવૂડનું પરફેક્‍ટ કોમ્‍બિનેશન કહી શકાય.

સિકંદર - ઈદ : સલમાન ખાન, રશ્‍મિકા મંદાના, શરમન જોશી સત્‍યરાજ જેવા સ્‍ટાર્સ સાથે આવી રહેલી ‘સિકંદર' એક્‍શન અને ઈમોશનના પરફેક્‍ટ મિશ્રણ સાથે ઈદની ઉજવણી કરવા માટે તૈયાર છે. એઆર મુરુગાદોસ દ્વારા દિગ્‍દર્શિત, આ ફિલ્‍મ એક એવી વાર્તાની આસપાસ ફરે છે જે સલમાનખાનને રશ્‍મિકા મંદાના, શરમન જોશી અને સત્‍યરાજ સાથે ઘણા અલગ રોલમાં દર્શાવે છે. તેની સ્‍ટાર પાવર અને રસપ્રદ વાર્તા સાથે, ‘સિકંદર' સુપર હિટ બને તેવી અપેક્ષા છે.

છાવા-૧૪ ફેબ્રુઆરી : છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ‘છાવા'ફિલ્‍મમાં વિકી કૌશલ ઇતિહાસને ફરી એક વખત જીવંત કરશે. આ ફિલ્‍મ મરાઠા શૌર્યના પ્રતિક સમાન વીર સંભાજી મહારાજના સંઘર્ષ પર આધારિત છે, જેના ડિરેક્‍ટર લક્ષ્મણ ઉટેકર છે. આ ફિલ્‍મ વેલેન્‍ટાઇન ડે સાથે શિવાજી જયંતિ પર રિલીઝ થવાની છે. વિકી કૌશલ સાથે રશ્‍મિકા મંદાના અને અક્ષય ખન્‍નાના રોલ મહત્‍વનો છે.

સ્‍કાય ફોર્સ - ૨ મે : આ એવિએશન ડ્રામા ઐતિહાસિક મિશન દરમિયાન ભારતીય વાયુસેનાની બહાદુરી પર પ્રકાશ પાડે છે. લાંબા સમયથી હિટ ફિલ્‍મ માટે તરસી રહેલા અક્ષય કુમારની ‘સ્‍કાય ફોર્સ' દેશભક્‍તિની કથા લઇને આવશે. આ વખતે અક્ષયને દેશભક્‍તિની થીમ કેટલી ફળે છે તે જોવું રહયું.

હાઉસફુલ ૫ - ૬ જૂન : આ લોકપ્રિય ફ્રેન્‍ચાઇઝીનો પાંચમો ભાગ અગાઉની તમામ ફિલ્‍મોનાં કલાકારો સાથેઆગળ વધે છે. અંધાધૂંધ મજા,કોમેડીથી ભરપૂર અને જોરદાર સ્‍ટાર પાવર સાથે‘હાઉસફુલ ૫' ૨૦૨૫ની અંતિમ કોમેડી એન્‍ટરટેઈનર બનવા માટે તૈયાર છે

(4:33 PM IST)