જિતેન્દ્રની 50મી વેડિંગ એનિવર્સરી પર પત્નીને ફરી પહેરાવી જયમાલા : એકતા કપૂર સાથે ડાન્સ કર્યો

મુંબઈ: ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રએ સોમવારે તેમની 50મી લગ્ન જયંતિની ઉજવણી કરી. અભિનેતા અને તેની પત્નીના ખાસ દિવસે તેના ચાહકો અને ઇન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે તેને શુભેચ્છા પાઠવી હતી. સેલિબ્રેશનમાં તેની દીકરી એકતા કપૂર તેની ગર્લ ગેંગ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં એકતા કપૂર, રિદ્ધિ ડોગરા સહિત આખી 'ગર્લ ગેંગ' 'ધ ડર્ટી પિક્ચર'ના 'ઓ લાલા' ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.પાર્ટીમાં વાતાવરણ ખૂબ જ આનંદકારક હતું, જ્યાં અભિનેતા અને તેની પત્ની તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં આ પ્રસંગે એકબીજાને માળા પહેરાવતા જોવા મળ્યા હતા. એકતા કપૂરે આ ઈવેન્ટનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.મુંબઈના જુહુ વિસ્તારમાં તેમના કૃષ્ણા બંગલામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.સોનાલી બેન્દ્રે, અનિલ કપૂર, પદ્મિની કોલ્હાપુરી, ડેવિડ ધવન અને અન્ય સ્ટાર્સ ઉજવણીમાં જોડાયા હતા.અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા, જેમાં તે એકતા કપૂર સહિત અન્ય અભિનેત્રીઓ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
