<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 18th December 2024

અયોધ્‍યાના ૧૨૫૦થી વધુ વાનરોને ભોજન પૂરૂ પાડી રહયો છે અક્ષય કુમાર

અક્ષય કુમારે અયોધ્‍યાના વાનરોના ભોજન માટે થોડા વખત પહેલાં ૧ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્‍યું હતું

અયોધ્‍યા, તા.૧૮: અક્ષય કુમારે અયોધ્‍યાના વાનરોના ભોજન માટે થોડા વખત પહેલાં ૧ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્‍યું હતું. અક્ષયે આ કાર્ય માટે અંજનેયા સેવા ટ્રસ્‍ટ સાથે હાથ મિલાવ્‍યા હતા. અક્ષયે હવે જાહેર કર્યું છે કે તેના આ મિશન હેઠળ અયોધ્‍યામાં ૧૨૫૦ કરતાં વધારે વાનરોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્‍યું છે. અયોધ્‍યામાં વાનરો ખૂબ વધી ગયા છે અને તેઓ લોકો પાસેથી ખાવાનું છીનવી પણ જાય છે. કયારેક આ વાનરો લોકોનાં ચશ્‍માં કે બીજી કોઈ વસ્‍તુ આંચકી જાય છે અને ખાવાના બદલામાં પાછી આપે છે.

 

(4:56 PM IST)