<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 19th December 2024

રૂકેગા નહિ... ૧૪માં દિવસે પણ પુષ્‍પા-રની જોરદાર કમાણીઃ નવા નવા રેકોર્ડ તોડે છે ફિલ્‍મ

ભારતમાં ૧૦૦૦ કરોડના કલેકશનની નજીકઃસ્ત્રી-જવાન-ગદર-ટુને પાછળ રાખી દીધી

નવી દિલ્‍હી, તા.૧૯: પુષ્‍પા ૨ એ સમગ્ર ભારતની ફિલ્‍મ છે, જે ૫ ડિસેમ્‍બરે હિન્‍દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્‍મને રિલીઝ થયાને ૧૪ દિવસ વીતી ગયા છે અને તેણે વિશ્વભરમાં કલેક્‍શનના મામલે ઘણી ફિલ્‍મોના રેકોર્ડ તોડી નાખ્‍યા છે, જેમાં ૨૦૨૪નીસ્ત્રી ૨, ૨૦૨૩ની ગદર ૨ અને જવાન જેવી ફિલ્‍મોના રેકોર્ડ પાંદડાની જેમ પડી ગયા છે. ભારતમાં પણ આ આંકડો રૂ. ૧૦૦૦ કરોડથી થોડા ડગલાં દૂર છે, જે ૧૫માં દિવસે તૂટી જવાની ધારણા છે. જ્‍યારે વિશ્વભરમાં આ આંકડો ૧૫૦૦ કરોડ સુધી પહોંચી જશે.

બોક્‍સ ઓફિસ ટ્રેકર સેકનિલ્‍કના પ્રારંભિક ડેટા અનુસાર, ૧૪માં દિવસે એટલે કે બીજા બુધવારે પુષ્‍પા ૨ એ ૨૦.૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે પછી ભારતમાં આંકડો ૯૭૩.૨ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આમાં ફિલ્‍મે તેલુગુમાં ૨૯૩.૩ કરોડ રૂપિયા, હિન્‍દીમાં ૬૦૭.૩૫ કરોડ રૂપિયા, તમિલમાં ૫૧.૬ કરોડ રૂપિયા, કન્નડમાં ૭.૦૨ કરોડ રૂપિયા અને મલયાલમમાં ૧૩.૯૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પછી, ફિલ્‍મનો વિશ્વવ્‍યાપી આંકડો ૧૪૦૯ કરોડ સુધી પહોંચી ગયો છે, જેના કારણે પુષ્‍પા ૨ બોક્‍સ ઓફિસ પર રાજ કરી રહી છે.૧૩ દિવસના કલેક્‍શનની વાત કરીએ તો પહેલા દિવસે ૧૬૪.૨૫ કરોડ, બીજા દિવસે ૯૩.૮ કરોડ, ત્રીજા દિવસે ૧૧૯.૨૫ કરોડ, ચોથા દિવસે ૧૪૧.૦૫ કરોડ, પાંચમાં દિવસે ૬૪.૪૫ કરોડ, છઠ્ઠા દિવસે ૫૧.૫૫ કરોડની કમાણી કરી હતી. સાતમા દિવસે ૪૩.૩૫ કરોડ અને આઠમા દિવસે ફિલ્‍મે ૭૨૫.૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્‍મે નવમા દિવસે ૩૬.૪ કરોડ રૂપિયા, દસમા દિવસે ૬૩.૩ કરોડ રૂપિયા, અગિયારમા દિવસે ૭૬.૬ કરોડ રૂપિયા, ૧૨માં દિવસે ૨૬.૯૫ કરોડ રૂપિયા અને ૧૩માં દિવસે ૨૪.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે પુષ્‍પા ૨નું ત્રીજું વિકેન્‍ડ થવા જઈ રહ્યું છે. એવી ધારણા છે કે જ્‍યારે ભારતમાં આ આંકડો રૂ. ૧૧૦૦ કરોડને વટાવી જશે, ત્‍યારે વિશ્વભરમાં કમાણી વધીને રૂ. ૧૬૦૦ કરોડ થઈ જશે, જેના પછી દંગલનો રેકોર્ડ તૂટવાની આશા રાખી શકાય છે.

(11:42 AM IST)