<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 19th December 2024

મલાઈકાએ બાંદ્રામાં ખોલી રેસ્ટોરન્ટ: એકસાથે જોવા મળ્યો ખાન પરિવાર

મુંબઇ :હંમેશા એક યા બીજી વાતને લઈને ચર્ચામાં રહેતી મલાઈકા અરોરા ફરી એકવાર સમાચારમાં છે.  આ વખતે તેની ચર્ચા તેના બ્રેકઅપ કે લિવ-ઈનને લઈને નથી થઈ રહી, પરંતુ તેની ચર્ચા એ વાતને લઈને થઈ રહી છે કે તે હવે રેસ્ટોરાંની દુનિયામાં આવી ગઈ છે. હાલમાં જ મલાઈકા અરોરાએ એક નવી રેસ્ટોરન્ટ શરૂ કરી છે.  આ પ્રસંગે સલીમ ખાન આખા પરિવાર સાથે જોવા મળ્યા હતા.  સલીમ, સલમા ખાન, હેલન, સોહેલ ખાનનો પુત્ર નિર્વાણ અને અલવીરા તેમના પરિવાર સાથે મલાઈકાની નવી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા.  આ સિવાય મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ પરિવાર સાથે જોવા મળ્યો હતો.  આ દરમિયાન તેણે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.  અલવીરા પતિ અતુલ અગ્નિહોત્રી અને પુત્ર સાથે હતી.

(7:18 PM IST)