<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 21st December 2024

...તો આ બન્‍યું મલાઈકા અરોરા-અર્જુન કપૂરના બ્રેકઅપનું કારણ

મહિનાઓ પછી એકટ્રેસે તોડયું મૌન : મલાઈકા અરોરાએ એક ઈન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી શેર કરીને અર્જુન કપૂર સાથેના બ્રેકઅપનું કારણ જણાવ્‍યું છે : મલાઈકાએ પોસ્‍ટમાં લખ્‍યું કે પ્રેમનો અંત શું થાય છે

મુંબઇ, તા.૨૧: બોલિવૂડ એક્‍ટ્રેસ મલાઈકા અરોરા આ દિવસોમાં પોતાના કરિયર પર ફોકસ કરી રહી છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ તે આગળ વધવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. હવે અભિનેત્રીની એક ક્રિપ્‍ટિક પોસ્‍ટને કારણે લોકોમાં ફરી ચર્ચાનો વિષય બની છે. તમને જણાવી દઈએ કે ફિલ્‍મ ‘સિંઘમ અગેન'ના પ્રમોશન દરમિયાન એક્‍ટર અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના સંબંધો પર પોતાનું મૌન તોડયું હતું અને કહયું હતું કે તે હવે સિંગલ છે. અભિનેતાના આ નિવેદન પછી બધાને આશ્‍ચર્ય થયું કારણ કે બંને છેલ્લા ૫ વર્ષથી એકબીજાને ડેટ કરી રહયા હતા. હવે મલાઈકાએ તેના ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરીઝ પર એક ક્રિપ્‍ટિક નોટ લખી છે, જેમાં તેણે કહ્‍યું છે કે પ્રેમ જાળવી રાખવા માટે સૌથી મહત્‍વની વસ્‍તુ શું છે? મલાઈકાની આ પોસ્‍ટ જોઈને લોકો અનુમાન લગાવી રહ્‍યા છે કે આ જ તેમના બ્રેકઅપનું કારણ છે.

મલાઈકા અરોરાએ તેની ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરીઝ પર લખ્‍યું, ‘એફર્ટ (પ્રયત્‍નો) એ પ્રેમનો ઓક્‍સિજન છે, તેના વિના આગ ઠરી જાય છે.' મલાઈકા અરોરાની આ ક્રિપ્‍ટિક પોસ્‍ટ જોઈને લોકો અનુમાન લગાવી રહ્‍યા છે કે શું મલાઈકા અરોરા અને અર્જુનનું બ્રેકઅપ આ કારણોસર થયું હતું.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ બીજી એક નોટ લખી છે, જેમાં મલાઈકાએ કહયું છે કે, ‘એની લિમિટ્‍સ તમને લિમિટ્‍સમાં ન રાખતી હોવી જોઈએ.' મલાઈકા અને અર્જુન વચ્‍ચેના સંબંધોની શરૂઆત વર્ષ ૨૦૧૯માં થઈ હતી. બંનેએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઇન્‍સ્‍ટાગ્રામ પર તેમની લવ સ્‍ટોરીનું એનાઉન્‍સમેન્‍ટ કર્યું હતું. આ પછી મલાઈકા અને અર્જુન ઘણીવાર વેકેશન મનાવતા જોવા મળ્‍યા હતા.તમને જણાવી દઈએ કે અભિનેત્રી મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે લગ્ન કરવા માંગતી હતી. તેણીએ ઘણા ઇન્‍ટરવ્‍યુમાં કબૂલ્‍યું હતું કે તે અર્જુનને ખૂબ પ્રેમ કરે છે અને હવે પાંચ વર્ષના સંબંધ પછી તેની સાથે લગ્ન કરવા માંગે છે. જોકે, મલાઈકાનું સપનું પૂરું થાય તે પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

(3:52 PM IST)