એક્ટર વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન' સિનેમાઘરોમાં રિલીઝ: જાણો લેટેસ્ટ રીવ્યુ
એક્શન હીરો તરીકે વરુણે 'બેબી જોન'માં પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો: દર્શકો વરુણના નવા અવતારને સ્વીકારશે કે નહિ તે જોવું રસપ્રદ રહેશે

મુંબઈ : નાતાલના અવસર પર વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન' રિલીઝ થઈ ચુકી છે. આપણે મોટા ભાગે વરુણ ધવનને રોમાન્સ અને કોમેડી કરતા જોયા છે. હવે 'બેબી જોન' અને 'સિટાડેલ' સાથે વરુણ પોતાને એક્શન હીરો પણ સાબિત કરી રહ્યા છે. વરુણે 'બેબી જોન'માં પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. દર્શકો વરુણના નવા અવતારને સ્વીકારશે કે નહિ તે જોવું રસપ્રદ રહેશે. જાણો કેવી છે વરુણ ધવનની ફિલ્મ બેબી જોન
બેબી જોન (વરુણ ધવન)એ તેના જીવનમાં ઘણું ગુમાવ્યું છે. મુંબઈના ભૂતકાળને પાછળ છોડીને તેણે કેરળમાં નવા જીવનની શરૂઆત કરી છે. તેના પરિવારમાં તેની પુત્રી, મિત્ર જેકી (રાજપાલ યાદવ) અને ટાઇગર (શ્વાન) છે. એક સમયે ગુંડાઓને પોતાના દંડાથી મારનાર સ્ટાર ડીસીપી સત્યવર્મા હવે ગુમનામીનું જીવન જીવી રહ્યા છે. આનું કારણ શું છે ? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મ 'બેબી જોન'માં ડાયરેક્ટર કલીજે વરુણ ધવનને રસપ્રદ રીતે રજૂ કર્યો છે. વરુણ ધવને પોતાના અભિનયથી ફિલ્મને મજેદાર બનાવી છે. ફિલ્મ જોતી વખતે તમને ઘણી વાર લાગતું હશે કે વરુણ આ રીતે કેમ રડે છે, તે વધારે પડતું થઈ રહ્યું છે. પરંતુ ફિલ્મ બોર કરતી નથી અને આનો શ્રેય વરુણ ધવનને આપવો પડશે . વરુણને સાઉથ સ્ટાઈલ એક્શન કરતો જોવો એ એક અલગ જ અનુભવ છે. પરંતુ તેની પાસે તે ગાંડપણ છે જે દક્ષિણ શૈલીની ફિલ્મો માટે જરૂરી છે. ભલે ચોકલેટી બોયથી માસ હીરો સુધીની સફર એટલી સરળ નથી. પરંતુ વરુણ ધવને આ માર્ગ પર શરૂઆત કરી છે. 'બેબી જોન'માં તેની અને ઝારા વચ્ચેની પિતા-પુત્રીની કેમેસ્ટ્રી પણ દિલ જીતી લે છે.
આ ફિલ્મમાં વામિકા જે પાત્ર ભજવી રહી છે તે વિજય થાલાપતિની ફિલ્મ કરતાં સાવ અલગ છે. અભિનયની બાબતમાં કીર્તિ અદ્ભુત છે. પરંતુ આ ફિલ્મથી તેણે ડેબ્યુ કેમ કર્યું તે પ્રશ્ન હજુ પણ છે. જો 'મહાનટી' જેવી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતનાર કીર્તિ ઈચ્છતી હોત તો તે કોઈ અન્ય ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકતી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર સામંથાના પાત્ર જેવું જ છે. એ પાત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ ફિલ્મમાં રાજપાલ યાદવ એક્શન કરતો જોવા મળશે. તેના ડાયલોગ 'કોમેડી ગંભીર બિઝનેસ' માટે ઘણી સીટીઓ વાગી છે. સિંઘમ બાદ જેકી શ્રોફ 'બેબી જોન'માં પણ નેગેટિવ પાત્ર ભજવી રહ્યો છે. તેનો દેખાવ અને પાત્ર બંને ડરામણા છે.
જો તમે પુષ્પા 2 જોઈ હોય, તો તમે થિયેટરમાં જઈને 'બેબી જોન' જોઈ શકો છો. જો તમે વરુણ ધવન કે તમિલ ફિલ્મોના ચાહક છો, તો તમને ખૂબ મજા આવશે. વરુણ ધવને પોતે કહ્યું છે કે મારા જેવા ઘણા આવ્યા છે, પરંતુ હું પહેલીવાર આવ્યો છું, તેથી સ્વાગત કરવા થિયેટરમાં જવું તો બને છે.
