પુષ્પા ૨ ભારતમાં ૧૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની
પુષ્પા ૨ ધ રૂલે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો

મુંબઈ, તા.૨૬: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાને રિલીઝ થયાને ૨૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. હજુ સુધી લોકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં જતા હતા અને આ જ કારણ છે કે આ ફિલ્મ ત્રીજા અઠવાડિયા સુધી સારી કમાણી કરી રહી છે, જયારે આ દરમિયાન બીજી ઘણી ફિલ્મો પણ રિલીઝ થઈ હતી, પરંતુ તેની અસર પુષ્પાની આગ પર થઈ નથી અને આ જ કારણ છે. કે ત્રીજા સપ્તાહમાં પણ આ ફિલ્મે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સેકનિકના રિપોર્ટ અનુસાર, પુષ્પા ૨ ભારતમાં ૧૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. ત્રીજા બુધવારે પણ ફિલ્મે ૧૯.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જયારે ૨૫માએ વરુણ ધવનની ફિલ્મ બેબી જોન પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
પુષ્પા ૨ની બુધવારની કમાણી મંગળવારની સરખામણીમાં ઘણી વધારે છે. ફિલ્મને ક્રિસમસનો ફાયદો મળ્યો છે અને અત્યાર સુધીમાં ફિલ્મે ભારતમાં કુલ ૧૧૦૯.૮૮ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પુષ્પા ૨ સ્ટાર અલ્લુ અર્જુન પણ એક વિવાદમાં ફસાયેલ છે, પરંતુ તેમ છતાં તેની ફિલ્મની કમાણી પર કોઈ અસર થઈ નથી. વાસ્તવમાં, અલ્લુની હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગને કારણે એક મહિલાના મૃત્યુના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછી તેને જામીન મળી ગયા. જોકે, ઓર્ડર મોડો આવતાં અભિનેતાને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. મંગળવારે અલ્લુની ફરી પૂછપરછ કરવામાં આવી હતી અને અહેવાલો અનુસાર, પૂછપરછ દરમિયાન જયારે અલ્લુને નાસભાગમાં ફસાયેલી મહિલા અને તેના બાળકનો વીડિયો બતાવવામાં આવ્યો ત્યારે અભિનેતા ભાવુક થઈ ગયો હતો.
અલ્લુએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પુષ્પા ૨ ની ટીમે પીડિત પરિવારને મદદ તરીકે ૨ કરોડ રૂપિયા આપ્યા છે. અલ્લુ દ્વારા ૧ કરોડ, મૈત્રી મૂવી મેકર્સ દ્વારા ૫૦ લાખ અને ફિલ્મના ડિરેક્ટર સુકુમાર દ્વારા ૫૦ લાખ આપવામાં આવ્યા છે.
