<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 26th December 2024

સોનાક્ષી સિન્હા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા પહોંચી: ભારતીય ઝંડો લહેરાવતી નજરે પડી

સોનાક્ષી સિંહાએ પતિ ઝહીર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયામાં સાથે ક્રિસમસની ઉજવણી કરી:તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક છે. ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. હાલમાં આ કપલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. સોનાક્ષી સિંહા ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા ઝહીર ઈકબાલ સાથે પહોંચી હતી.

સોનાક્ષી સિંહા ભારતનો ઝંડો પણ લહેરાવતી જોવા મળી હતી. સોનાક્ષી સિંહાની સાથે કરિશ્મા તન્ના પણ ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચી હતી. સોનાક્ષી સિંહાએ સફેદ કલરના ટ્રાઉઝર્સ સાથે મેેચિંગ શર્ટ પહેર્યું હતું. તે ભારતીય ખેલાડીઓને ચિઅર કરતી નજરે પડી હતી.

 

સોનાક્ષી સિંહાએ પતિ ઝહીર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયામાં સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. જે તસવીરો તેણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. 

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 23 જૂન 2024ના રોજ લગ્ન કર્યા હતા. હવે આ કપલ ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યું છે.

(11:46 AM IST)