શાહરૂખની સરખામણીમાં સલમાન ખાન અને આમિર ખાન કમાણીની રેસમાં ઘણા પાછળ રહી ગયા છે
શાહરૂખ ખાનની ૩ ફિલ્મોએ પ૦૦૦ કરોડની કમાણી કરી

મુંબઈ, તા.૩: શાહરૂખ ખાન હાલમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં નંબર ૧નું સ્થાન ધરાવે છે. કારણ એકદમ સ્પષ્ટ છે, શાહરૂખ ખાન હિન્દી સિનેમાનો એકમાત્ર એવો અભિનેતા છે જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦૦-૧૦૦૦ કરોડ રૂપિયાની બે ફિલ્મો બેક-ટુ-બેક આપી છે. આ આંકડાઓ હાંસલ કરવા માટે બોલિવૂડના બાદશાહ શાહરૂખે આખા ૪ વર્ષ સુધી ફિલ્મી પડદાથી દૂરી બનાવી રાખી હતી. એક સમય એવો હતો જયારે સુપરસ્ટાર પોતાની ફિલ્મના ગ્રાફથી સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો પરંતુ તેની ફિલ્મોની ગર્જનાએ સમગ્ર બોક્સ ઓફિસને હચમચાવી નાખ્યું. શાહરૂખે જે કમાલ કરી છે તેની નજીક પણ સલમાન કે આમીર દેખાતા નથી.
વર્ષ ૨૦૨૩માં શાહરૂખ ખાને ૩-૩ ફિલ્મો રિલીઝ કરી. એક પછી એક ફિલ્મો જોયા બાદ એવું લાગી રહ્યું હતું કે કિંગ ખાન ૪ વર્ષથી સ્ક્રીન પર ન જોવાના કારણે તેના ફેન્સ પર ફિલ્મોનો વરસાદ કરી રહ્યો છે. પહેલા તેણે ‘પઠાણ' રિલીઝ કરી. આ ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન પણ માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચ્યો હતો. તેણે ત્યાં તેની ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી અને તેની ઈચ્છા પણ પૂરી થઈ. ‘પઠાણ' રિલીઝ થયા બાદ વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
‘પઠાણ' પછી, શાહરૂખ ખાને સાઉથ ડિરેક્ટર એટલી સાથે હાથ મિલાવ્યા અને વર્ષ ૨૦૨૩માં ‘જવાન' સાથે બીજી વખત સિનેમાઘરોમાં આવ્યા. આ વખતે શાહરુખ સાથે કંઈક એવું થયું જેની તેણે ક્યારેય અપેક્ષા પણ નહીં કરી હોય. ‘પઠાણ' પછી ‘જવાન' ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરીને શાહરૂખ ખાનની કારકિર્દીને આગલા સ્તર પર લઈ ગઈ. પરંતુ ચમત્કાર ત્યારે થયો જયારે શાહરૂખ ખાન અને તેના બે પુત્રોએ ‘મુફાસા ધ લાયન કિંગ'માં પોતાનો અવાજ આપ્યો. આ ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦૦ કરોડથી વધુની કમાણી કરી છે અને તેની કમાણી ચાલુ છે. આવી સ્થિતિમાં, ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શાહરૂખ ખાન એકમાત્ર એવો અભિનેતા છે જેણે માત્ર ૩ ફિલ્મોથી ૫૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આમિર ખાને તેની ફિલ્મ ‘દંગલ' દ્વારા વિશ્વભરમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે આ ફિલ્મ પછી તેની અન્ય કોઈ પણ ફિલ્મ ૧૦૦૦ને સ્પર્શી શકી નથી. સલમાન ખાનની વાત કરીએ તો તેની પાસે અત્યાર સુધી ૧૦૦૦ કરોડની એક પણ ફિલ્મ નથી. જો કે તેની આગામી ફિલ્મ ‘સિકંદર‘થી એવી આશા રાખવામાં આવે છે કે તે તેને ૧૦૦૦ કરોડના ક્લબમાં ચોક્કસપણે એન્ટ્રી આપશે. અત્યારે તો શાહરૂખ ખાનની ફિલ્મોના આંકડા સલમાન ખાન અને આમિર ખાનની પકડથી દૂર છે
