ફરી રીલિઝ થઈ કરણ જોહરની "યે જવાની હૈ દીવાની" ફિલ્મ સિનેમાઘરોમાં

મુંબઈ: 2013ની રોમેન્ટિક કોમેડી "યે જવાની હૈ દીવાની" એ યુવા ફિલ્મ પ્રેમીઓમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. સિનેમાપ્રેમીઓને ફરી એકવાર મોટા પડદા પર આ જાદુ જોવાનો મોકો મળ્યો છે, આ ફિલ્મ થિયેટરોમાં ફરી રીલીઝ કરવામાં આવી છે.કરણ જોહરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી "યે જવાની હૈ દીવાની"ને લઈને એક પોસ્ટ કરી હતી.પોસ્ટમાં તેણે લખ્યું, "યાદોના સ્વીટ બોક્સને તાજી કરવાનો સમય આવી ગયો છે. તમારી નજીકના પસંદગીના થિયેટરોમાં 'યે જવાની હૈ દીવાની', અત્યારે જ તમારી ટિકિટ બુક કરો."કરણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના શૂટિંગના કેટલાક દ્રશ્યો પણ શેર કર્યા છે. જેમાં ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને તેના સહ કલાકારો જોવા મળે છે."યે જવાની હૈ દીવાની" એ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. અહેવાલો અનુસાર, રી-રીલીઝ માટેની 25,000 ટિકિટો વેચાઈ ગઈ છે.હાલમાં જ કલ્કિ કોચલીને એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તેણે ફિલ્મના કલાકારોને અપીલ કરી હતી કે હું જાણું છું કે તમે લોકો ખૂબ જ શાનદાર છો અને પોતપોતાના જીવનમાં ખૂબ જ વ્યસ્ત છો. તમે લોકોને રિયુનિયનમાં આવવું ગમતું નથી.
