<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 6th January 2025

અલ્લુ અર્જુનનો નવો લૂક થયો વાયરલ

ચાર વર્ષ બાદ પુષ્‍પરાજ ફરી બન્‍યો અલ્લુ...

હૈદ્રાબાદ, તા.૬: પુષ્‍પા-૨ ધ રૂલની સફળતા અને ફિલ્‍મના પ્રિમિયર સમયે થેયલાં મહિલાના મળત્‍યુના કેસ વચ્‍ચે દોડભાગ કરતો અલ્લુ આજે એક બીજા જ કારણે ચર્ચામાં છે. પુષ્‍પા-૨માં તેનો લૂક અલગ હતો અને તેને માટે તેણે વાળ, દાઢી એ રીતે વધાર્યા હતા અને લગભગ ચારેક વર્ષ માટે તે આ લૂકમાં જ દેખાયો હતો. પુષ્‍પા-૨નો એ ડેશિંગ છતાં ગાવઠી લૂક તેના પર જચતો હતો અને લોકોએ તેને આ લૂકમાં જ પસંદ કર્યો હતો, પરંતુ હવે તેણે વાળ કપાવી લીધા છે અને દાઢી પણ ટ્રીમ કરાવી છે.

પુષ્‍પા હૈદરાબાદમાં કોર્ટમા હાજરી આપવા આવ્‍યો હતો. કોર્ચે તેને ૫૦,૦૦૦ની જમાનત આપવા અને અનુમતિ વિના વિદેશ ન જવા કહ્‍યું છે. જોકે અહીં પુષ્‍પાને જોવા આવેલા લોકોએ તેના વીડિયો શૂટ કર્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પુષ્‍પા-૨ ધ રૂલના પ્રિમિયર સમયે હૈદરાવાદની સંધ્‍યા ટોકીઝમાં અલ્લુના આવવાની વાત ફેલાતા ભાગદોડ મચી હતી અને એક ૩૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ મામલે પોલીસે અલ્લુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને રાજકારણ પણ ગરમાયું હતું.

બીજી બાજુ પુષ્‍પા-૨એ મોટા ભાગના રેકોર્ડ તોડી ૧૬૦૦ કરોડ કરતા વધારે વર્લ્‌ડવાઈડ કમાણી કરી છે અને હજુ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્‍મનો હજુ ત્રીજો ભાગ આવી રહ્‍યો છે, પરંતુ તે પહેલા જ અલ્લુ પોતાના ઓરિજનલ લૂકમાં આવી ગયો છે.

(9:52 AM IST)