dasdasd
News of Monday, 6th January 2025

૧૭૦૦ કરોડની કમાણી કરી ચુકેલી ‘પુષ્‍પા-૨'ની છ ભુલો દર્શકોને કદાચ નજરે ન ચડી!

અમુક દ્રશ્‍યોમાં તો જાણે ચમત્‍કાર થયો હોય એ રીતે દર્શાવાયું: જો કે સુપરસ્‍ટારની ફિલ્‍મ હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે ધમધોકાર

મુંબઇ તા. ૬: અલ્લુ અર્જુન અને રશ્‍મિકા મંદાનાની ફિલ્‍મ પુષ્‍પા-૨'એ બોક્‍સ ઓફિસ પર ૧૭૦૦ કરોડની કમાણી કરી અનેક રેકોર્ડ તોડી નાંખ્‍યા છે. ફિલ્‍મ પાંચમી ડિસેમ્‍બરે રિલીઝ થયા પછી હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. લોકોને ફિલ્‍મ ખુબ પસંદ પડી છે. જો કે આ ફિલ્‍મમાં છ ભુલો પણ છે જે દર્શકો પકડી નથી શક્‍યા.સુપરસ્‍ટાર અલ્લુ અર્જુનની આ ફિલ્‍મના આરંભમાં હીરો પુષ્‍પા એકલો અનેક ગુંડાઓ સાથે લડતો હોય છે. તે જમ્‍પ મારે છે ત્‍યારે આસપાસ ત્રણ-ચાર ગુંડા હોય છે, પણ બીજા એન્‍ગલ પર કેમેરો જતાં જ આ ગુંડા ગાયબ થઇ જાય છે. આ જમ્‍પવાળા દ્રશ્‍યમાં જ પુષ્‍પા પાસે એક હથીયાર હોય છે. પણ કેમેરો બીજા એંગલ પર જતાં જ હથીયાર ગાયબ થઇ જાય છે. આ કોઇ ચમત્‍કારથી ઓછુ જરાય નથી લાગતું.

પુષ્‍પાની કહાની ૧૯૯૦ના દસકની દેખાડાઇ છે. પુષ્‍પા-૨ની કહાની ૧૯૯૫ના સમયની છે. પરંતુ આમ છતાં એક દ્રશ્‍યમાં એક્‍ટીવા ટુવ્‍હીલર જોવા મળે છે. આ વાહન ૧૯૯૯માં ભારતમાં લોન્‍ચ થયું હતું. આવી જ અન્‍ય એક ભુલ જોઇએ તો પુષ્‍પા એક દ્રશ્‍યમાં પોતાના સાથીદારો સાથે એન્‍ટ્રી લે છે તયારે જગ્‍યા ખુબ ઓછી હોય છે. પરંતુ બીજી જ ક્ષણે આ જગ્‍યા એટલી મોટી થઇ જાય છે કે પુષ્‍પા આરામથી જીપ અને બાઇક ત્‍યાં ઉભા રાખી દે છે. નિર્દેશક એક જ પળમાં આવડી મોટી જગ્‍યા કઇ રીતે ઉભી કરી શક્‍યા હશે?અન્‍ય એક સિનમાં પુષ્‍પા પોતાના શર્ટ પાછળ હાથ પછાડીને હાથનું નિશાન બતાવે છે, પણ સિનને ધ્‍યાનથી જોશો તો  દેખાશે કે પુષ્‍પા પીઠ પાછળ હાથ લઇ જાય એ પહેલા જ હાથના નિશાન ઉપસવા માંડે છે. એક સીનમાં પુષ્‍પા પોતાના હથીયારથી કારના કાચ પર ઘા ફટકારે છે. બીજા સીનમાં તે પલ્‍ટીને ઉભો થાય છે તો કાચ બીલકુલ નવો હોય છે, આ કમાલ દર્શકોની નજરે ચડી નથી.

(2:59 PM IST)