સલમાન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ બન્યું બુલેટ પ્રુફ : હાઈટેક સીસીટીવી ફીટ

મુંબઈ:અભિનેતા સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મુંબઈના બાંદ્રા સ્થિત ઘરને બુલેટપ્રુફ કરી દીધું હતું અને ઘરની બહાર હાઈટેક સુરક્ષા પણ તૈનાત કરી હતી.સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર હાઈ રિઝોલ્યુશનવાળા સીસીટીવી કેમેરા લગાવવાની સાથે પોલીસે ઘરની સામે એક ચોકી પણ બનાવી છે.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના થોડા મહિનાઓ બાદ સલમાનના નજીકના સાથી અને NCP નેતા બાબા સિદ્દીકીની પણ હત્યા કરવામાં આવી હતી.આ તમામ પરિસ્થિતિને જોતા સલમાન ખાનની બાલ્કનીમાં બુલેટ પ્રુફ ગ્લાસ ખાસ લગાવવામાં આવ્યો હતો જ્યાંથી તે તેના ચાહકોને શુભેચ્છા પાઠવે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ ઉચ્ચ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.સલમાન ખાનને છેલ્લા ઘણા દિવસોથી લોરેન્સના નામે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મળતી માહિતી મુજબ 1998માં કાળા હરણના શિકારની ઘટનાને લઈને બિશ્નોઈ સમુદાય નારાજ છે. શિકારની ઘટનાનો ઉલ્લેખ કરીને, લોરેન્સે એક ઇન્ટરવ્યુમાં અભિનેતાને મારી નાખવાની ધમકી આપી હતી.આવી સ્થિતિમાં, અભિનેતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પોલીસે તેના ઘરને બુલેટ પ્રૂફ બનાવ્યું છે અને ઘરની બહાર પણ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
