<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 16th January 2025

૨૦૨૪ નો ‘બેસ્‍ટ એક્‍ટર' બન્‍યો કાર્તિક આર્યન

‘ઝી રિયલ હીરોઝ એવોર્ડ્‍સ' કાર્યક્રમમાં ૩૪ વર્ષીય ‘ચંદૂ ચેમ્‍પિયન' (કાર્તિક આર્યન )છવાયો આ કાર્યક્રમમાં અજય દેવગન, અમોધ લીલા દાસ, અનુપમ ખેર અને મનોજ મુંતશિર જેવા સિતારાઓ સામેલ થયા હતા

મુંબઇ, તા.૧૬: ઝી રિયલ હીરોઝ એવોર્ડ્‍સઁ કાર્યક્રમમાં ફિલ્‍મ જગતની હસ્‍તિઓનું તેના યોગદાન માટે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મંગળવાર, ૧૪ જાન્‍યુઆરી ૨૦૨૪ના આયોજિત આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે રિયલ હીરોઝને સન્‍માનિત કર્યાં હતા. આ દરમિયાન બોલીવુડ એક્‍ટર કાર્તિક આર્યનનું બેસ્‍ટ એક્‍ટર એવોર્ડથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ઝી રિયલ હીરોઝ એવોર્ડ્‍સ માં કાર્તિક આર્યન સિવાય ઘણા બોલીવુડ એક્‍ટર અને સિંગર જોવા મલ્‍યા હતા. અજય દેવગનથી લઈને અમોધ લીલા દાસ, અજય દેવગન, અનુપમ ખેર અને મનોજ મુંતશિર જેવા સિતારા સામેલ  થયા હતા. મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રીએ બધા હીરોઝનું એવોર્ડ આપી સન્‍માન કર્યું હતું.

બેસ્‍ટ એક્‍ટર બન્‍યો કાર્તિક આર્યન

૩૪ વર્ષીય કાર્તિક આર્યન આજની પેઢીના સફળ કલાકારોમાંથી એક છે. તેણે તાજેતરના વર્ષોમાં ઘણી હિટ ફિલ્‍મો તો સોશિયલ ફિલ્‍મો પર પણ કામ કર્યું છે. તેના યોગદાનને જોતા તેને Zee Real Heroes Awards ૨૦૨૪ માં બેસ્‍ટ એક્‍ટરના એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યો હતો.

વર્ષ ૨૦૨૪માં કાર્તિક આર્યન બે ફિલ્‍મોમાં જોવા મળ્‍યો હતો. એક હતી ચંદૂ ચેમ્‍પિયન તો એક હતી ભૂલ ભૂલૈયા ૩. બંને ફિલ્‍મોની ખુબ ચર્ચા થઈ હતી. ચંદૂ ચેમ્‍પિયનમાં તેણે સત્‍ય ઘટનાને મોટા પડદા પર વ્‍યક્‍ત કરી જે મુરલીકાંત પેટકરની પ્રેરિત કરનારી કહાની હતી. તો ભૂલ ભુલૈયા ૩ની વાત કરીએ તો બોક્‍સ ઓફિસ પરઆ ફિલ્‍મએ ધૂમ મચાવી હતી. કાર્તિક આર્યન તેના કામથી સતત લોકોને પ્રભાવિત કરતો રહે છે.

૨૦૨૫ની વાત કરીએ તો કાર્તિક આર્યન ખુબ વ્‍યસ્‍ત જોવા મળી રહયો છે. તે કરણ જોહરની સાથે રોમેન્‍ટિક કોમેડી ઁતૂ મેરી મૈં તૈરા મૈં તેરા તૂ મેરીઁ માં કામ કરી રહયો છે. આ સિવાય તેની પાસે હંસલ મેહતાની કેપ્‍ટન ઈન્‍ડિયા અને મુદસ્‍સર અઝીજની પતિ-પત્‍ની અને વો ૨ પણ છે.

(12:19 PM IST)