<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 19th January 2025

હવે હીરોનો રોલ છોડી વેબ સીરિઝમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે વિક્રાંત મેસી

રાજકુમાર હીરાણી ઓટીટી પ્લેટફોર્મ પર એક વેબ સીરિઝ સાથે ડેબ્યૂ કર્યુ

મુંબઇઃ  રાજકુમાર હીરાણી ઓટીટી પ્લેટફોર્મ પર એક વેબ સીરિઝ સાથે ડેબ્યૂ કરી રહ્યો છે. જેમાં વિક્રાંત મેસી મુખ્ય હિરોની ભૂમિકામાં હતો પરંતુ હવે તે વિલનનો રોલ કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. ‘પ્રિતમ પેડ્રો’ એવું હંગામી ટાઈટલ ધરાવતી સીરિઝ માટે વિક્રાંક હીરો તરીકે સિલેક્ટ થયો હતો પરંતુ સ્ક્રિપ્ટ રેડી થયા પછી તેણે વિલન બનવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. આ અગાઉ ‘સેક્ટર 36’ ફિલ્મમાં પણ વિક્રાંત પહેલાં હીરોની ભૂમિકા ભજવવાનો હતો પરંતુ બાદમાં વિલન બન્યો હતો.


રણવીરની ‘ડોન થ્રી’ માં પણ વિલન તરીકે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે. રાજકુમાર હીરાણીના આ વેબ શો માં તેનો પુત્ર વીર હીરાણી અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હશે. વિક્રાંત પહેલા એક યુવાન પોલીસ અધિકારીના રોલમાં જોવા મળવાનો હતો, પરંતુ હવે વીર હીરાણી આ પાત્ર ભજવશે. અરશદ વારસી તેનો સાથી પોલીસ અધિકારી બનશે.

હીરાણી પોતાના પુત્રને આ શો દ્વારા લોન્ચ કરી રહ્યો છે. આ ઉપરાંત હીરાણી અને અરશદ વરસી 19 વર્ષ પછી સાથે કામ કરવાના છે. સ્ક્રિપ્ટ લખાયા બાદ તેને વિલનનું પાત્ર વધારે પસંદ પડ્યું, ડોન થ્રી માં પણ વિલન તરીકે હોવાની ચર્ચા છે.

(11:07 AM IST)