<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 21st January 2025

યામી ગૌતમ-પ્રતિક ગાંધી સ્ટારર એક્શન-કોમેડી 'ધૂમ ધામ'નું ટીઝર રિલીઝ

મુંબઈ: યામી ગૌતમ અને પ્રતીક ગાંધી સ્ટારર એક્શન-કોમેડી ફિલ્મ 'ધૂમ ધામ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એક મિનિટ અને ૩૧ સેકન્ડ લાંબા આ ટીઝરમાં એક્શનની સાથે સાથે કોમેડી પણ દર્શાવવામાં આવી છે જ્યાં મુખ્ય કલાકારો (યામી અને પ્રતીક) તેમના દુશ્મનોને કઠિન સમય આપતા જોવા મળે છે.ફિલ્મ નિર્માતાઓએ ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ટીઝર લોન્ચ કર્યું.ટીઝરની શરૂઆત પ્રતીક અને યામી સાથે બેઠેલા અને બેકગ્રાઉન્ડમાં 'લાલ દુપટ્ટા વાલી જરા નામ તો બાતા' ગીત વાગવાથી થાય છે. આ પછી ગુંડાઓ તેના રૂમમાં પ્રવેશ કરે છે. ટીઝરમાં ચારે બાજુ ગોળીઓ વરસાવતી એક્શનનો ધમાકેદાર અનુભવ બતાવવામાં આવ્યો છે.ફિલ્મમાં કોમેડી અને એક્શનનું મિશ્રણ અદ્ભુત છે. 14 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મ દર્શકોને એક રોમાંચક સફર પર લઈ જવાનું વચન આપે છે.'ધૂમ ધામ'માં કોયલ (યામી ગૌતમ) એક ગુસ્સાવાળી અને હિંમતવાન છોકરીની ભૂમિકા ભજવે છે. જ્યારે, પ્રતીક એક ડરપોક છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. ટીઝર પહેલા, 'ધૂમ ધામ' ના નિર્માતાઓએ ફિલ્મનું એક મજેદાર ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું હતું.નેટફ્લિક્સે ફિલ્મના પોસ્ટર સાથે ઇન્સ્ટાગ્રામ પર એક મજેદાર કેપ્શન શેર કર્યું છે જેમાં લખ્યું છે કે, "અમારા લગ્ન ભવ્ય થવાના હોવાથી અમને સંબંધ માટે DM ના કરો."

 

(6:02 PM IST)