રામાયણ : ધ લીજેન્ડ ઓફ પ્રિન્સરામ મહાકુંભ મેળામાં પ્રદર્શિત : થિયેટરોમાં ૨૪ જાન્યુઆરીએ રીલીઝ થશે

મુંબઇ : હિસ્ટોરીક એનાઇમની પીઆર ટીમના જણાવ્યા અનુસાર, રામાયણઃ ધ લીજેન્ડ ઓફ પ્રિન્સ રામ, બુધવારે પ્રયાગરાજમાં મહાકુંભમેળામાં પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં શાળાના બાળકો અને ભક્તોને વાલ્મીકી રામાયણ પર આધારિત ઇન્ડો-જાપાનીઝ એનીમેશનનો અનુભવ કરવા આમંત્રણ આપવામાં આવશે.
પ્રયાગરાજમાં નેત્રકુંભ નજીક સેક્ટર ૬ ખાતે દિવ્ય પ્રેમ સેવાા શિવર ખાતે આ એનીમેશન ફિલ્મનું ખાસ સ્ક્રીનીંગ થશે.
આ ફિલ્મ ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ભારતભરના સિનેમાઘરોમાં પ્રથમ વખત 4K માં રીલીઝ થવાની છે. આ ઇન્ડો - જાપાનીઝ ફિલ્મ અંગ્રેજી, હીંદી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં ફરીથી રીલીઝ થશે.
કોઇચી સાસાકી અને રામ મોહન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક દુર્લભ ભારત-જાપાનીઝ સહયોગ છે, જેમાં લગભગ ૧ લાખથી વધારે હાથથી દોરેલા ચિત્રોનો ઉપયોગ કરાયો છે. અને તેમાં ૪૫૦ થી વધારે કલાકારો આવેલ હતા.
અગાઉ, આ ફિલ્મ ૧૯૯૩ માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડીયામાં રીલીઝ કરાઇ હતી અને બાદમાં બ્રોડકાસ્ટ મીડીયા પર પ્રદર્શિત કરવામાં આવી હતી. આપણામાંથી મોટા ભાગના લોકો તેને કાર્ટુન નેટવર્ક રામાયણ તરીકે જાણે છે.
આ પ્રોજેક્ટ સાથે નજીકથી સંકળાયેલા પ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા વી વિજયેન્દ્ર પ્રસાદે એક પ્રેસનોટમાં શેર કર્યુ છે, ‘‘રામાયણઃ રાજકુમાર રામની દંતકથા'' સમગ્ર સંસ્કૃતિઓ અને ખંડોમાં ગુંજે છે. કારણ કે તે શાશ્વત મૂલ્યો, ધર્મ, હિંમત અને પ્રેમની વાતો કરે છે. વાલ્મિકીના મહાકાવ્યથી લઇને તુલસીદાસના રામચરિત માનસ અને કમ્બનના રામાવતરમ જેવા રૂપાંતરણોની આ વાર્તા છે. આજની પેઢી માટે આ આઇકોનિક ફિલ્મને ફરી જીવંત કરવો એ લાખો લોકો માટે એક નવો અનુભવ બનશે.''આ ફિલ્મનું દેશભરમાં વિતરણ ગ્રીક પીકચર્સ ઇન્ડીયા, એ એ ફિલ્મ્સ અને એકસેલ એન્ટરટેઇનમેઇન્ટ દ્વારા કરવામાં આવશે.
