<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 26th January 2025

કોઇ આર્મીમાં, કોઇ એરફોર્સમાં બોલીવુડ સ્‍ટાર્સનું પણ સૈનિકો સાથે સંબંધ

અક્ષયકુમાર, સેબીના, સુષ્‍મીતા સેન, પ્રિયકા, અનુષ્‍કા સહિતના અભિનેતા-અભિનેત્રીઓ સેના સાથે જોડાયેલા છે

મુંબઇઃ આજે ૭૬ માં ગણતંત્ર દિવસ છે ત્‍યારે  દેશની સેવા કરતા સૈનિકોની વાર્તાઓએ હંમેશા આપણને પ્રેરણા આપી છે. આ વાર્તાઓ માત્ર યુદ્ધના મેદાન સુધી જ સીમિત નથી, બૉલીવુડે પણ આ સ્ટોરીઓથી પ્રેરિત થઈને ઘણી અદ્ભુત ફિલ્મો બનાવી છે.  અક્ષય કુમારથી લઈને રિતિક રોશન સુધીના ઘણા પ્રખ્યાત કલાકારોએ પડદા પર સૈનિકની ભૂમિકા ભજવીને દેશવાસીઓની સામે પોતાની દેશભક્તિ સાબિત કરી છે.  પરંતુ શું તમે જાણો છો કે આમાંથી કેટલાક કલાકારોનું સેના સાથે ખાસ કનેક્શન છે, કારણ કે તેમના પરિવારો દેશની સેના સાથે જોડાયેલા છે.

અક્ષય કુમાર

બોલીવુડના ‘ખિલાડી નંબર વન’ એટલે કે અભિનેતા અક્ષય કુમારના પિતા હરિઓમ ભાટિયા ભારતીય સેનાના પ્રખ્યાત સૈનિક હતા. તેઓ પંજાબના અમૃતસર સ્થિત રેજિમેન્ટમાં તૈનાત હતા. અક્ષય કુમારે તેના પિતા પાસેથી અનુશાસન શીખ્યા હતા. આ જ કારણ છે કે તે સવારે વહેલા ઉઠે છે અને દરેક ઈવેન્ટ અને ફિલ્મના શૂટિંગમાં સમયસર પહોંચી જાય છે.

સેલિના જેટલી

અભિનેત્રી સેલિના જેટલીનું પણ સેના સાથે મજબૂત જોડાણ છે. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા રહી ચૂકેલી આ બોલીવુડ અભિનેત્રીના પિતા ભારતીય સેનામાં કર્નલ હતા. સેલિનાની માતાએ ભારતીય સેનામાં નર્સ તરીકે કામ કર્યું છે અને તેનો ભાઈ પણ સેનામાં છે.

સુષ્મિતા સેન

બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના પિતા શુબીર સેન ભારતીય વાયુસેના સાથે સંકળાયેલા હતા.  તેઓ વાયુસેનામાં વિંગ કમાન્ડરની જવાબદારી નિભાવતા હતા. તેના પિતા આર્મીમાં હોવાથી સુષ્મિતા સેને એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો જતો.

પ્રિયંકા ચોપરા

બોલીવુડથી હોલીવુડ સુધી પોતાનો જાદુ દેખાડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાના માતા-પિતા બંને આર્મી સાથે જોડાયેલા હતા. પિતા ડો.અશોક ચોપરા અને માતા ડો.મધુ ચોપરા બંને આર્મીમાં ડોક્ટર હતા.

અનુષ્કા શર્મા

 બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માના પિતા અજય કુમાર સેનામાં કર્નલ હતા. તે 26 વર્ષ પહેલા એટલે કે 1999માં થયેલા કારગિલ યુદ્ધનો હિસ્સો રહ્યો હતો.  અનુષ્કાએ આર્મી સ્કૂલમાં અભ્યાસ પણ પૂરો કર્યો છે.

લારા દત્તા

અભિનેત્રી લારા દત્તાના પિતા અને તેની બહેનો ભારતીય વાયુસેના સાથે સંકળાયેલી છે. તેમના પતિ એરફોર્સમાં વિંગ કમાન્ડર હતા અને તેમની બંને બહેનો પણ ભારતીય વાયુસેનામાં ફરજ બજાવે છે.

(3:51 PM IST)