રવિના ટંડન પુત્રી રાશા સાથે દ્વારકા પહોંચી : નાગેશ્વર મહાદેવ-રુક્મિણી દેવીના કર્યા દર્શન

મુંબઈ: અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા થડાની સાથે દ્વારકા પહોંચી હતી, જ્યાં તેણે રુક્મિણી મંદિરની મુલાકાત લીધી હતી. આ પહેલા અભિનેત્રી નાગેશ્વર મહાદેવ મંદિર તેમજ દ્વારકા જગત મંદિર પહોંચી હતી અને ઠાકુરજીના દર્શન કર્યા હતા. કડક પોલીસ સુરક્ષા વચ્ચે રવિના ટંડન દ્વારકાધીશ મંદિર પરિસર પહોંચી, જ્યાં તેણે પાદુકા પૂજા કરી. દ્વારકાધીશ મંદિરના મુખ્ય પૂજારીએ અભિનેત્રીનું સ્વાગત કર્યું અને આશીર્વાદ આપ્યા. અભિનેત્રી સાથે તેની પુત્રી રાશા પણ જોવા મળી હતી.રવિના અવારનવાર મંદિરે જાય છે. હાલમાં જ તે સાઈ બાબાના મંદિરના દર્શન કરવા શિરડી આવી હતી. આ દરમિયાન અભિનેત્રીએ ન્યૂઝ એજન્સી સાથે પણ વાત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે તે સાંઈ બાબામાં માને છે અને બાળપણથી મંદિરમાં દર્શન કરવા આવતી રહી છે. અભિનેત્રીએ કહ્યું હતું કે તે સાઈ બાબામાં તેના સ્વર્ગસ્થ પિતાની ઝલક જોઈ રહી છે.સાઈ મંદિર પહેલા, અભિનેત્રી પુત્રી રાશા સાથે આંધ્રપ્રદેશના શ્રીશૈલમમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પહોંચી હતી, જ્યાં તેણે મહાદેવના આશીર્વાદ લીધા હતા. રવિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને જાણ કરી હતી.અભિનેત્રી રવિના ટંડને તસવીરો અને વીડિયો શેર કરીને કહ્યું હતું કે આ તેનું 11મું જ્યોતિર્લિંગ દર્શન છે અને રાશાનું 10મું જ્યોતિર્લિંગ દર્શન છે. તસવીરોમાં મા-દીકરીની જોડી પોલીસ અધિકારીઓ સાથે પોઝ આપતી જોવા મળી હતી.
