News of Wednesday, 5th February 2025
ફિલ્મ શૂટિંગમાં સ્ટંટ કરતા આગની ઝપેટમાં આવ્યો અભિનેતા સુરજ પંચોલી : હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: ફિલ્મ અભિનેતા અને આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલી શૂટિંગ દરમિયાન ગંભીર અકસ્માતનો ભોગ બન્યો છે અને તેને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની હાલત પહેલા કરતા સારી હોવાનું જણાવ્યું છે. આ અકસ્માતની માહિતી પિતા આદિત્ય પંચોલીએ આપી છે.
આદિત્ય પંચોલીએ મીડિયાને જણાવ્યું કે સુરજ 'કેસરી વીર: લીજેન્ડ ઓફ સોમનાથ' ફિલ્મની શૂટિંગમાં સ્ટંટ કરતો હતો ત્યારે આગના શોટમાં તે ગંભીર રીતે ગવાયો છે. જો કે તેની હાલત હવે સારી છે.
(5:43 PM IST)
