૮૭ વર્ષની દક્ષિણ ભારતીય અભિનેત્રી પુષ્પલથાનું નિધન

મુંબઈ: દક્ષિણ ભારતીય અભિનેત્રી પુષ્પલથાનું લાંબી બીમારી બાદ ૮૭ વર્ષની વયે ચેન્નાઈમાં અવસાન થયું. પુષ્પલથાએ તમિલ, તેલુગુ તેમજ મલયાલમ અને કન્નડ સિનેમામાં 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.અભિનેત્રીએ ૧૯૫૮માં 'શેનકોટ્ટા સિંહમ'થી તમિલ ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો અને ૧૯૬૯માં થિક્કુરિસી સુકુમારન નાયર દ્વારા દિગ્દર્શિત 'નર્સ' ફિલ્મથી મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.પોતાની કારકિર્દી દરમિયાન, આ અનુભવી અભિનેત્રીએ 'શારદા', 'પાર મંગલે પાર', 'નાનુમ ઓરુ પેન', 'યારુક્કુ સોંથમ', 'થાય ઉનક્કાગા', 'કરપૂરમ', 'જીવન નમસમ', 'ધારિસનમ', 'કલ્યાણરમન', 'સકલકલા વલ્લવન', 'શિમલા સ્પેશિયલ' જેવી જાણીતી ફિલ્મોમાં શાનદાર અભિનય આપ્યો છે.આ અભિનેત્રીએ એમજીઆર, શિવાજી ગણેશન, રજનીકાંત અને કમલ હાસન જેવા અન્ય દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. તેમની કેટલીક યાદગાર ભૂમિકાઓમાં રજનીકાંતની 'નાન આદિમાઈ ઇલ્લી' અને કમલ હાસનની 'કલ્યાણરામન' અને 'સકલકલા વલ્લવન'નો સમાવેશ થાય છે.
