News of Saturday, 8th February 2025
કોલકાતામાં પીળી ટેક્સીમાં સવારી કરી વિકી કૌશલ, કહ્યું- ‘આ વખતે વેલેન્ટાઇન ડે નહીં પણ છાવા ડે

મુંબઇ:છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. અભિનેતા વિક્કી કૌશલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. કૌશલ પ્રમોશન માટે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યો, જ્યાં તેણે પીળી ટેક્સી ચલાવી. વિક્કી કૌશલ હાલમાં તેની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘છાવા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કોલકાતા પહોંચેલા અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે પીળી ટેક્સીમાં બેસીને બંગાળીમાં દર્શકો સાથે ફિલ્મ જોવા માટે વાત કરતો જોવા મળ્યો. કોલકાતાની મુલાકાત દરમિયાન, અભિનેતા રસગુલ્લા ખાતા અને JIS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા તેમણે કેપ્શન આપ્યું, “આનંદ શહેર તરફથી સંદેશ! છવા 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.”
(6:05 PM IST)
