<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 11th February 2025

ક્રિકેટમાં અંગ્રેજોને આપવામાં આવેલી બહાદુરી ભરેલી હાર...

બીગબીએ હિટમેનની કરી પ્રશંશા

નવી દિલ્‍હીઃ ઓલમોસ્‍ટ ૧૧ મહિના બાદ ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાં સેન્‍ચુરી ફટકારનાર રોહિત શર્માની બોલીવુડના સુપરસ્‍ટાર અમિતાબ બચ્‍ચને પ્રશંશા કરતાં તેમણે પોતાની એક બ્‍લોગ પોસ્‍ટમાં લખ્‍યું કે ક્રિકેટમાં અંગ્રેજોને આપવામાં આવેલ બહાદુરી ભરેલી હાર.. બસ, અવિશ્વસનીય છે. ટ્રોલર્સને ચૂપ કરવાનો સૌથી સારો રસ્‍તો છે કે આશા કરતાં વધારે સારું પ્રદર્શન કરવું અને રોહિતે બસ એ કર્યુ.

બોર્ડર - ગાવસકર ટ્રોફી અને રણજી ટ્રોફીમાં સાધારણ પ્રદર્શન બાદ ભારતીય કેપ્‍ટન રોહિત શર્માને ઘણા લોકોએ રિટાયરમેન્‍ટ લેવાની સલાહ આપી હતી. પણ ૭૬ બોલમાં પોતાની બીજી ફાસ્‍ટેસ્‍ટ વન-ડે સેન્‍ચુરી કરીને તેણે ટ્રોલર્સના મોં બંધ કરાવી દીધા હતા.(૪૦.૧૬)

(4:12 PM IST)