News of Thursday, 13th February 2025
મેરે હસબન્ડ કી બીવી ફિલ્મે અવેઇટેડ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું
છાવા, સિકંદર, ક્રેઝીનો પણ ચાહકોને ઇંતઝાર

મુંબઇ તા. ૧૩: અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલપ્રીતસિંહની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી'એ આઇએમડીબી (ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ) તરફથી જાહેર થયેલી મોસ્ટ અવેઇટેડ ફિલ્મના લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. વિક્કી કોૈશલની છાવા, સલમાન ખાનની સિકંદર, સોહમ શાહની ક્રેઝી સાથે આ ફિલ્મને પણ સામેલ કરવામાં આવી છે. મુદસ્સર અઝીઝ નિર્દેશીત ફિલ્મમાં હર્ષ ગુજરાલ, શક્તિ કપૂર, ડીનો મોરીયા પણ મહતવની ભુમિકામાં છે. રોમાનસ કોમેડી શૈલીની આ ફિલ્મ દર્શકોને ખુબ ગમશે તેવો નિર્માતા દાવો કરે છે. વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ નિર્મીત પૂજા ફિલ્મ્સ બેનરની આ ફિલ્મ ૨૧મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે.
(2:58 PM IST)
