<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 17th February 2025

બોક્સ ઓફિસ પર ' છાવા ' છવાયું :કમાણી ત્રણ દિવસમાં 100 કરોડને પાર : જાણો કુલ કલેક્શન

હવે આ ફિલ્મ રિલીઝના 3 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર :જાણો આ ફિલ્મે કુલ કેટલું કલેક્શન કર્યું

મુંબઈ :વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'છાવા' 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે 31 કરોડની કમાણી કરી હતી. ત્યારે હવે આ ફિલ્મ રિલીઝના 3 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જાણો આ ફિલ્મે કુલ કેટલું કલેક્શન કર્યું છે.

સૈકનિલ્કના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ 'છાવા'એ ત્રીજા દિવસે 48.5 કરોડની કમાણી કરી છે. આ સાથે જ કુલ કલેક્શન 116.5 કરોડ રૂપિયા થઈ ગયું છે. 3 દિવસમાં જ ફિલ્મે 100 કરોડનું કલેક્શન કરી લીધું છે. આ સાથે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફિલ્મ ધૂમ કમાણી કરી રહી છે.

ફિલ્મ છાવાનું 3 દિવસનું કલેક્શન

દિવસકમાણી (ભારતીય નેટ કલેક્શન)પ્રથમ દિવસ31 કરોડ રૂપિયાબીજો દિવસ37 કરોડ રૂપિયાત્રીજો દિવસ48.5 કરોડ રૂપિયાકુલ કમાણી116.5 કરોડ રૂપિયા

(11:42 AM IST)