<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 24th February 2025

જીતી ગયા...: બીગ બી એ કર્યુ ટવીટ

ટીમ ઇન્‍ડીયાની જીતની ઉજવણી કરતા મહાનાયક

દુબઈ,તા.૨૪: ટીમ ઈન્‍ડિયાએ પાકિસ્‍તાનને ૬ વિકેટથી હરાવીને ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના સેમિફાઇનલમાં પોતાનું સ્‍થાન પણ નિ?તિ કરી લીધું છે. બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્‍તીઓ આ મેચ જોવા માટે દુબઈ પહોંચી હતી. હવે અમિતાભ બચ્‍ચને ટીમ ઈન્‍ડિયાની શાનદાર જીત બાદ X દ્વારા પોતાની ખુશી વ્‍યક્‍ત કરી છે

ભારતીય ટીમે મેચમાં ૬ વિકેટથી મોટી જીત મેળવી. અમિતાભ બચ્‍ચને હવે સોશિયલ મીડિયા દ્વારા ખૂબ જ ઉત્‍સાહથી તેની ઉજવણી કરી. મેચ પછી તેમણે પોતાની ખુશી વ્‍યક્‍ત કરી. અમિતાભે લખ્‍યું- ‘જીતી ગયા'. આ સાથે, તેમણે ત્રિરંગા સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ ટીમ ઈન્‍ડિયાની જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. બિગ બીનું આ ટ્‍વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બોલિવૂડના મેગાસ્‍ટાર્સ ઉપરાંત, ઘણા સ્‍ટાર્સે પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્‍યક્‍ત કરીને ભારતની જીતની ઉજવણી કરી.(૪૦.૨૦)

(3:48 PM IST)