'છાવા' વિક્કી કૌશલના કરિયરની પહેલી 300 કરોડની ફિલ્મ બની

મુંબઈ: વિક્કી કૌશલની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ 'છાવા' બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે અને ટૂંક સમયમાં 300 કરોડ ક્લબમાં પ્રવેશ કરવા જઈ રહી છે. તે વિક્કીના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મે તેના બીજા શનિવારે 45 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી, જેના કારણે તેના કુલ બોક્સ ઓફિસ કલેક્શનમાં ઝડપથી વધારો થયો.અહેવાલ મુજબ, હિન્દી ભાષામાં ફિલ્મનો ઓક્યુપન્સી 56.09% હતો જે દર્શાવે છે કે દર્શકોનો ઉત્સાહ સતત છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 219.25 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી. બીજા અઠવાડિયાની શરૂઆત પણ સારી રહી અને શુક્રવારે ફિલ્મે 23 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મના શરૂઆતના સપ્તાહના અંતે પણ વૃદ્ધિ જોવા મળી હતી. આ ફિલ્મે શુક્રવાર, ૧૪ ફેબ્રુઆરીના રોજ તેના ઓપનિંગ દિવસે ₹૩૧ કરોડની કમાણી કરી હતી. તેણે શનિવારે ₹૩૭ કરોડ અને રવિવારે ₹૪૮.૫ કરોડની કમાણી કરી, અને ઝડપથી ૧૦૦ કરોડ ક્લબમાં જોડાઈ ગઈ.
