<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 25th February 2025

રવીના ટંડને દિકરી રાશા સાથે મહાકુંભમાં ડુબકી લગાવી

પ્રયાગરાજ, તા.૨૫ : મહાકુંભ૨૦૨૫માં રવીના પોતાની દીકરી રાશા સાથે પહોંચી હતી. કેટરિના ઉપરાંત રવીના ટંડન અને તેની દીકરી રાશા પણ પરમાર્થ નિકેતન શિબિરમાં સ્‍વામી ચિદાનંદ સરસ્‍વતી અને સાધ્‍વી ભગવતી સરસ્‍વતીના આશીર્વાદ લીધા. તો વળી સોશિયલ મીડિયા પર બોલીવુડની ખ્‍યાતનામ મા દીકરીની જોડીનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં બંને ભજન સંધ્‍યામાં લીન દેખાઈ રહી છે. તો વળી રવીના અને રાશાએ ગંગા આરતીમાં ભાગ લીધો અને ધાર્મિક અનુષ્ઠાનોમાં જોવા મળ્‍યા.

આ દરમ્‍યાન રવીના પોતાના અનુભવ શેર કરતા જણાવ્‍યું કે, આ કુંભ ૧૪૪ વર્ષ બાદ આવ્‍યો છે. એટલા માટે હું અને મારા દોસ્‍તો મુંબઈથી અહીં આવ્‍યા છીએ. અમે ફક્‍ત ગંગા તાાન માટે નહીં પણ અમારા ઘરે પણ આવ્‍યા છીએ. સ્‍વામીજીનું ઘર મારુ ઘર છે. મારા બાળકોનું ઘર છે. રવીનાએ એવું પણ કહ્યું કે, તે કાશી જશે અને ત્‍યાં મહાશિવરાત્રિ મનાવશે.

(3:30 PM IST)