<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 27th February 2025

‘‘બ્‍લાઉઝને થોડું ટાઈટ રાખજો..''

ફિલ્‍મ ‘બાગબાન'ના એક સીન માટે હેમા માલિનીને કરી હતી અજબ માગણી

મુંબઇ, તા.૨૭: શોલે, નસીબ, ત્રિશૂલ, અંધા કાનૂન, છોટી સી બાત, સત્તે પે સત્તા,બાબુલ, વીર ઝરા થી લઈને બાગબાન સુધી, અમિતાભ બચ્‍ચન અને હેમા માલિનીની જોડી ઘણી ફિલ્‍મોમાં જોવા મળી. બન્ને કપલને લોકોએ ખૂબ પસંદ કર્યું. વર્ષ ૨૦૦૩ માં, બન્ને ફિલ્‍મ  બાગબાન માં જોવા મળ્‍યા હતા. આ ફિલ્‍મ બૉક્‍સ ઑફિસ પર હિટ રહી હતી, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્‍મના શૂટિંગ દરમિયાન, જ્‍યારે ડ્રીમ ગર્લને બિગ બી સાથે રોમેન્‍ટિક સીન કરવાનો હતો, ત્‍યારે હેમાએ નિર્માતાઓને તેમના બ્‍લાઉઝને થોડું ટાઇટ કરવા કહયું હતું. શું મામલો છે, આ આખો મામલો.

ફિલ્‍મ મેકર રવિ ચોપરાની આ ફિલ્‍મમાં અમિતાભ અને હેમા માલિની રાજ અને પૂજા મલ્‍હોત્રાની ભૂમિકામાં જોવા મળ્‍યા હતા. આ મલ્‍ટીસ્‍ટારર ફિલ્‍મમાં, બન્નેએ તેમના અભિનયથી બાકીના કલાકારોને ઘણા પાછળ છોડી દીધા. તાજેતરમાં, ફિલ્‍મ નિર્માતા રવિ ચોપરાની પત્‍ની રેણુ ચોપરાએ આ ફિલ્‍મ સાથે જોડાયેલી એક વાર્તા કહી. ફિલ્‍મ ર્ીંબાગબાર્નીં માં એક સીન છે જેમાં અમિતાભ બચ્‍ચન હેમા માલિનીના બ્‍લાઉઝને પાછળથી હૂક કરે છે.

રેણુએ જણાવ્‍યું કે હેમા માલિનીએ આ દ્રશ્‍યને કેવી રીતે પરફેક્‍ટ કર્યું. તેમણે કહયું કે હેમાએ આ દ્રશ્‍યને શ્રેષ્ઠ બનાવવા માટે ઘણી મહેનત કરી. ‘તમને યાદ હશે કે ફિલ્‍મમાં એક દ્રશ્‍ય છે જ્‍યાં હેમા અરીસા સામે તૈયાર થઈ રહી છે અને પછી અમિતાભ એટલે કે રાજ પાછળથી આવે છે અને તેમને જોઈને કહે છે - વાહ! રેણુએ જણાવ્‍યું કે આ દ્રશ્‍ય માટે હેમાએ આવી કેટલીક સલાહ આપી હતી, જેથી રાજ અને પૂજાના સંબંધોને પડદા પર વધુ સુંદર અને રોમેન્‍ટિક રીતે બતાવી શકાય.

આ દ્રશ્‍ય માટે, હેમાએ તેમનું બ્‍લાઉઝ થોડું ટાઈટ બનાવવા કહયું હતું. રેણુએ વાતચીતમાં આગળ કહયું, હેમાએ મને પોતાનું બ્‍લાઉઝ થોડું ટાઈટ રાખવા કહયું હતું જેથી અમિતજી પાછળથી આવે ત્‍યારે તેઓ બ્‍લાઉઝને ટાઈટ બાંધી શકે. હેમાએ કહ્‍યું હતું- આ સ્‍પર્શ મને તે લુક આપશે જે હું ઇચ્‍છું છું, જેનાથી એવું લાગશે કે તેમણે મને સ્‍પર્શ કર્યો છે. લગ્નના આટલા વર્ષો પછી, આનો અર્થ ઘણો છે.

રેણુએ એમ પણ કહ્‍યું કે શરૂઆતમાં તે બાગબાનમાં અમિતજીની પત્‍ની એટલે કે પૂજાનો રોલ તબુને આપવા માગતી હતી. તબુ પણ આ ભૂમિકા ખૂબ ગમી. જોકે તે ૩૬ વર્ષની ઉંમરે ચાર બાળકોની માતાની ભૂમિકા ભજવવા તૈયાર નહોતી. આ કારણોસર, તબુએ રવિ ચોપરાને નમ્રતાથી આ ભૂમિકાનો ઇનકાર કરી દીધો હતો.(૨૩.૩)

(9:49 AM IST)