<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 4th March 2025

ડાયરેકટર અનિલ શર્માની ફિલ્‍મ ‘વનવાસ'નું ઝી સિનેમા પર વર્લ્‍ડ પ્રિમીયર

અમદાવાદઃ કલ્‍પના કરો કે, એક પિતાને ડિમેન્‍શિયાથી ઝઝૂમી રહ્યા છે અને એક યાત્રા પર નિકળ્‍યા બાદ તેના પરિવારે તેને ત્‍યજી દિધા છે. તો આ ત્‍યજી નથી દિધા પણ લોકોની ભૂલી ગયેલી જવાબદારીનું કઠોર પ્રતિબિંબ છે. ગદ્દર ટુ અને અપનેના ડિરેક્‍ટર અનિલ શર્મા આવી જ એક હૃદયસ્‍પર્શી પારિવારિક નાટક, વનવાસ લઇને આવ્‍યા છે. આ એક બોલિવૂડ મૂવી છે, જેની સાથે દરેક પેઢી જોડાઈ શકશે. વર્તમાનને અવગણીને, ઓટીટી પર આવે એ પહેલા જ વનવાસનું વર્લ્‍ડ ટીવી પ્રીમિયર ઝી સિનેમા રજૂ કરે છે. તેના ઉંડા ભાવનાત્‍મક મૂળ તથા વાર્તાઓ સાથે, દરેક દર્શકો આ વાર્તામાં પોતાનો એક ભાગ શોધી શકશે, જે તેને પરિવારો માટે એક આદર્શ જોવા જેવી ફિલ્‍મ બનાવે છે. તો ૮ માર્ચે રાત્રે ૮ વાગ્‍યે, આ મૂવીને ઝી સિનેમા પર મૂવીનું વર્લ્‍ડ ટેલિવિઝન પ્રીમિયર માણવા તમારા પરિવાર સાથે તૈયાર થઈ જાઓ.

(4:19 PM IST)