News of Thursday, 6th March 2025
IIFA એવોર્ડ્સ હોસ્ટ કરવા જયપુર પહોંચ્યા અપારશક્તિ ખુરાના

મુંબઈ: પહેલી વાર, જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં મોટાભાગના બોલિવૂડ કલાકારોનો સમાવેશ થશે. ૮ અને ૯ માર્ચે યોજાનાર મુખ્ય આઈફા એવોર્ડ્સ ઇવેન્ટ માટે સેલિબ્રિટીઝ જયપુર પહોંચવાનું શરૂ કરી દીધું છે. બોલીવુડ અભિનેતા અને એન્કર અપારશક્તિ ખુરાનાએ તાજેતરમાં જયપુરમાં આયોજિત IIFA ડિજિટલ એવોર્ડ્સનું આયોજન કરવા માટે પોતાની સફર શરૂ કરી. અપારશક્તિ ખુરાના, જે તેમના અદ્ભુત એન્કરિંગ અને હોસ્ટિંગ માટે જાણીતા છે, આ વખતે તેમની ઉર્જા અને ઉત્સાહ સાથે ઉજવણીમાં ગ્લેમર ઉમેરવા માટે તૈયાર છે. તે કહે છે કે તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તે દર્શકો માટે તેને યાદગાર બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
(6:08 PM IST)
