<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 11th March 2025

વનવાસ ડિજિટલ રિલીઝ માટે તૈયાર : આ દિવસે થશે સ્ટ્રીમ

મુંબઈ: સની દેઓલ સ્ટારર 'ગદર' ફેમ ડિરેક્ટર અનિલ શર્મા ગયા વર્ષે ડિસેમ્બરમાં ફેમિલી ડ્રામા ફિલ્મ 'વનવાસ' લઈને આવ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ વારાણસીમાં થયું હતું. પિતા-પુત્રના સંબંધો પર આધારિત આ સુંદર ફિલ્મ 20 ડિસેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જે દર્શકો કોઈ કારણસર આ ફિલ્મ થિયેટરોમાં જોઈ શક્યા નથી, તેમને હવે OTT પર જોવાની તક મળી છે. નિર્માતાઓએ તેમની ફિલ્મની ડિજિટલ રિલીઝ તારીખ જાહેર કરી છે.દર્શકો ઘણા સમયથી ફિલ્મ 'વનવાસ' ની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આખરે તેમની રાહ પૂરી થઈ. અનિલ શર્માએ દર્શકોને હોળીની ભેટ આપી છે. આ ફિલ્મ શુક્રવારે એટલે કે 14 માર્ચે હોળીના તહેવાર પર રિલીઝ થશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ZEE5 પર જોઈ શકાય છે.

(6:04 PM IST)